________________
२०२
માટે પરદેશ મોકલ્યો હતો તે શ્રીપાલ સર્વ કળાઓ શીખી, ચતુરંગ સેના સાથે તમે વૃદ્ધ થયા છે તેથી તમારે રાજ્ય કારભારનો ભાર ઉતારવા આ તરફ આવી રહેલા છે. માટે શ્રીપાલને રાજય સેંપી તમે શ્રીપાલ સાથેના નેહમાં વૃદ્ધિ કરે.” આવાં મીઠાં વચન પહેલાં કહ્યાં.
- હવે બીજા ખાટાં વચન કહે છે : “અનેક દેશના રાજાઓ શ્રીપાલ મહારાજાની સેવા કરવા આવ્યા છે. પણ તમે હજુ સુધી આવ્યા નથી તે હકીકત શ્રીપાલ મહારાજના ખ્યાલમાં આવી ગઈ છે.” શ્રીપાલ મહારાજામાં રહેલી શક્તિઓનું વર્ણન કરીને છેવટે દૂતે કહ્યું: “તમે આવા પ્રતાપી શ્રીપાલ મહારાજની સેવા કરો.” - છેલ્લું કડવું વચન કહે છે: “તમે જે શ્રીપાલની સેવા કરવા તૈયાર ન હાવ તે યુદ્ધ કરવા તૈયાર થાઓ. શ્રીપાલનું સૈન્ય સમુદ્ર જેવું વિશાળ છે. માટે હે રાજા! વિચાર કરીને કામ કરો.”
આ પ્રમાણે ચતું મુખ દૂતે પહેલાં મીઠાં, પછી ખાટાં અને છેલ્લે કડવાં વચન ભજન કરવાના ક્રમ મુજબ કહ્યાં.
તે વખતે અજિતસેન ભૂતની જેમ બોલ્યા : “ભલે બીજા રાજા નમવા આવ્યા. પણ ચંપાનગરીનો રાજા અજિતસેન નમવા નહી આવે. વળી શ્રીપાલ સાથે મારે બાળપણથી જ વૈર છે. શ્રીપાલને જઈને કહે કે, હું યુદ્ધ કરવા તારી પાછળ જ આવી રહ્યો છું.” L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org