________________
रूप
ખંડ ચેાથે (ઢાળ ત્રીજી) શ્રીપાલ મહારાજા નવે રાણીઓ અને માતાજી સાથે નિરંતર નવપદનું ધ્યાન કરે છે. પરમાત્માની ભક્તિ અને આરાધનામાં સ્થિર બન્યા છે.
એક દિવસ અતિસાગર મંત્રી આવીને શ્રીપાલને કહે છે-“આપ અત્યારે સર્વ ઋદ્ધિ અને પરિવાર સહિત શેભી રહ્યા છે, અનેક રાજાઓ આપની આજ્ઞા માને છે, પરંતુ આ બધી ઋદ્ધિ-સિદ્ધિ મેળવ્યા પછી પણ પિતાનું ચંપાનગરીનું રાજ્ય પાછું મેળવવું જરૂરી છે. અજિતસેન અન્યાયી રાજા છે. પ્રજાને ખૂબ પીડા આપે છે. વળી બીજાના હાથમાં ગયેલ પિતાના રાજ્યને પાછું મેળવવું તે પણ આપનું કર્તવ્ય છે.”
શ્રીપાલે અતિસાગર મંત્રીની સલાહ મંજૂર રાખી અને કહ્યું : “મીઠું બોલવાથી કામ થતું હોય તે દંડ શા માટે કરે ? સાકર ખાવાથી પિત્ત મટી જતું હોય તે કડવી દવા શા માટે લેવી?” .
આ રાજ્યનીતિ અનુસાર ચતુર્મુખ દૂતને સુંદર રીતે સમજાવી ચંપાનગરી તરફ મેકલ્યો. તે હૃત અનુક્રમે ચંપાનગરીને વિષે પહોંચે.
ચંપાનગરીમાં અજિતસેન રાજાના દરબારમાં જઈ દ્દિત પહેલાં મીઠાં, પછી ખાટાં અને છેવટે કડવાં એમ ભજન જમવાની રીત પ્રમાણે વચને કહેવા લાગ્યું : “તમે તમારા ભત્રીજા શ્રીપાલને બાળક સમજી કળા શીખવા LE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org