________________
૧૯૬
એક-બે કે પાંચ કરોડની કમાણીવાળા પરચૂરણ પ્રોજેક્ટમાં અમને રસ નથી, પણ અરિહંત બનવાના પ્રેજેટ હાય, ગણધર બનવાને પ્રોજેકટ હાય, તેા લાવેા. સિદ્ધ ભગવાન બનવાના પ્રાજેકટ હાય, તા લાવા, સહર્ષ તે સ્વીકારીશું.
આવુ. Conscience-અંતર`ગ માનસ આપણે ઘડવાનુ છે. અતરંગમાં આવા પરિણામ આપણે ભાવિત કરવાના છે. સિદ્ધપદની પ્રાપ્તિ પાસે જગતનું સર્વસ્વ પરચૂરણ છે. વડાપ્રધાનપદ કે રાષ્ટ્રપતિપદની જેને શકયતા કે જેનામાં શક્તિ છે, તેને નાનકડા તાલુકાના-પંચાયતના પ્રમુખ બનવાની દરખાસ્ત મળે તે તેવી પરચૂરણ બાબતમાં તેને રસ નહી પડે. કેન્દ્રના પ્રધાનમડળમાં સ્થાનપ્રાપ્તિની જેને માટે શકતા અને સંભાવના છે, તે કેાઈ ગામના સરપંચ મનવાનું પસંદ નહીં કરે.
તે પ્રમાણે અખિલ બ્રહ્માંડના સાર્વભૌમ ચક્રાધીશ્વર અનવાની આપણે માટે શકયતા છે. દેવેન્દ્રોને દર્શનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, ચેાગીન્દ્રોને આદરણીય, પ્રાણીમાત્રને પૂજનોય, વિશ્વને વંદનોય, સર્વેશ્વર, જીવેશ્વર, લેાકેશ્વર, સમગ્ર વિશ્વના અધિપતિ તીથ કર અનવાની શકયતા આણામાં છે, આ વાત જાણ્યા પછી ભારતના વડાપ્રધાનપદની આપણને આફર કરવામાં આવે તા તે પદ્મ આપણને ‘ પરચૂરણ ’ લાગશે.
પ્રકૃતિનો મહાસત્તા યાને ધમ મહાસત્તા (Nature's Government or Cosmic Government) ના સાર્વભૌમ
Jain Education International
For Private & Personal Use Only
#
www.jainelibrary.org