________________
ક્ષમાં
૧૯૩
III
માણસ મારી ગાદી પચાવવા પ્રયત્ન કરી રહેલ છે, તે તે શેઠ તે માણસને પાણીચું પકડાવી દે છે.
રાષ્ટ્રના વડાપ્રધાન, પ્રમુખ કે રાષ્ટ્રપતિને થેડી પણ ગંધ આવે કે અમુક વ્યક્તિ પોતાના સત્તાના સ્થાનને હસ્તગત કરવા પ્રયત્ન કરે છે, તો સત્તાધીશ તેનું અસ્તિત્વ નામશેષ કરી નાખે છે.
પરંતુ આપણને એક એવા મહાન શેઠ મળ્યા છે કે જે પિતાના આશ્રિતને પિતાના સમકક્ષ(સમાન) બનાવે છે. એવા આપણા શેઠ છે અરિહંત પરમાત્મા. આપણે તેમની ચરણરજ જેવા આશ્રિત છીએ. એ અરિહંત પરમાત્મા એવા મહાન દાતાર શેઠ છે કે જે પિતાનું રૂપ–પિતાનું સ્થાન (અરિહંત પદ) પિતાના આશ્રિતને-પોતાના ભક્તને ઉદારતાપૂર્વક છાવર કરે છે.
અન્ય કોઈ દેવ, પોતાની પૂજા કરનાર ભક્તોના | (ભૌતિક) મનોરથ પૂર્ણ કરે, તેમને સ્વર્ગમાંવૈકુંઠમાં લઈ જાય–તે બધાને ખ્યાલ છે. પણ મારે પિતાને ભગવાન બનવું છે તેવી શક્યતા ત્યાં નથી. તે સંકલ્પ ત્યાં સાકાર થતો નથી-જાગૃત થતું નથી. જ્યારે જૈનશાસનમાં નાનું બાળક પણ “નિજ દાસ જાણ, દયા આણું,
આપ સમવડ સ્થાપીએ” તેવી ભગવાન પાસે પ્રાર્થના કરે છે.
--
--
કર તાર
પેતાને ભાવ-તે જ
પી૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org