________________
૧૯
નથી, પણ બાબુભાઈની શ્રેષ્ઠ કોટિની અનેક વર્ષોની સાધના એની પાછળ કામ કરી રહી છે.
સ્વ. પૂ. પં શ્રી ભદ્રકવિજયજી મહારાજના સમાગમ પછી, તેમના જેવા ભવ્ય ગુરૂદેવની દોરવણું અનુસાર, બાબુભાઈ અનેક અનેક વર્ષોથી ભગવાન શ્રી સિદ્ધચક્રના-નવપદજીનાં ઉત્તમ ઉપાસક–આરાધક બનેલા છે. જ્યારે બાબુભાઈ શ્રી સિદ્ધચક્ર વિષે –નવપદ વિષે-શ્રીપાળરાસ વિષે પ્રવચન કરવા માંડે છે ત્યારે તેમના અંતસ્તલમાંથી અદ્દભુત રસગંગા વહેવા લાગે છે અને તેમાં અનેક અનેક અદ્ભુત ભાવો પ્રગટ થાય છે.
આ જે પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે તેનું લખાણ ગિરનાર પર્વત ઉપર ભગવાન નેમિનાથની પરમ પવિત્ર છાયામાં બાબુભાઈ ધ્યાનસાધના કરવા માટે ગયેલા-રહેલા તે વખતની અંતઃ સ્કૂરણાનું પરિણામ છે. ગિરનાર પર્વત ઉપર યોગીશ્વર ભગવાન નેમિનાથની એવી અદ્ભુત છાયા છે કે જીવનનાં અનેક રહસ્ય ત્યાં પરમાત્માની કૃપાથી આપોઆપ ખુલ્લાં થઈ જાય છે.
શ્રીપાળ મહારાજ અને સતીશિરોમણિ મયણાસુંદરીની કથા | સામાન્ય રીતે જૈનસંધમાં જાણીતી કથા છે, પણ તેમાં ભિન્ન ભિન્ન પ્રસંગે ભિન્ન ભિન્ન વિષય પર બાબુભાઈએ જે ભાવ અને ખૂબીઓ વર્ણવ્યાં છે એ જ આ પુસ્તકની ખરેખર વિશેષતા છે. ડગલે પગલે આવા વિશિષ્ટ ભાવો આ પુસ્તકમાં જોવા મળશે. એનું ખૂબ ખૂબ મનન કરવા માટે વાચકોને ખાસ ભલામણ છે.
બાબુભાઈ વર્તમાનકાળમાં ધ્યાનમાર્ગના ખૂબ ઊંચી કોટિના ઉપાસક છે. આ પુસ્તકના અંતભાગમાં ધ્યાન સાધવાની જે કળા
અને પદ્ધતિ એમણે વર્ણવી છે તેનું મનન કરીને તેને અવશ્ય ll અનુભવ લેવા જેવો છે.
{
-
-
-
- -
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org