________________
ગ્રંથ કહી શકાય. તે પછી પણ બીજા અનેક નાના–મોટા ગ્રંથ ભિન્ન ભિન્ન ભાષામાં ભગવાન શ્રી સિદ્ધચક્રના મહિમા વિશે, શ્રીપાલ મહારાજા તથા મયણાસુંદરીના જીવનચરિત્ર વિષે લખાયા છે. આજથી લગભગ ત્રણસો વર્ષ પૂર્વે પૂ. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજે જીવનના અંતસમયે શરૂ કરેલ અને પૂ. ઉપાધ્યાય શ્રી ચવિજયજી મહારાજે પૂર્ણ કરેલ, ગુજરાતી ભાષામાં રચાયેલું, શ્રી શ્રીપાળ રાસ એ અજોડ ગ્રંથ છે. પરમજ્ઞાની આ બંને મહાપુરૂષોએ રચેલે શ્રીપાળ રાસ છલોછલ ભક્તિરસથી ભરેલું છે. ભાવિક શ્રોતાઓને આનંદ અને ભક્તિનો મહાસાગરમાં ડૂબાડી દે છે. બંને પરમજ્ઞાની ઉપાધ્યાય ભગવંત શ્રી વિનયવિજયજી મહારાજ તથા શ્રી યશોવિજયજી મહારાજે સમગ્ર જીવનમાં મેળવેલા શાસ્ત્રોના અગાધજ્ઞાનના સારને આ રાસમાં ઠાલવી દીધો છે. રાસની પંક્તિઓ વાંચતાં, ડગલે ને પગલે રોમાંચ ખડાં થાય છે. જેનું હૃદય ભાવુક છે તેને તો ડગલે ને પગલે “વાંચે અને નાચો' એમ કહેવાનું મન થઈ જાય તે આ રાસ છે.
ચૈત્ર માસ તથા આસો માસની આયંબિલની ઓળીમાં ઠામ ઠામ આ રાસ ગવાય છે. સમગ્ર જનસંધ ઉપર આ રાસને અજોડ ઉપકાર છે. શ્વેતામ્બર જૈનસંઘમાં શ્રી નવપદજી ઉપર ભક્તિ જગાડવામાં આ રાસે ઘણે જ મેટો ભાગ ભજવ્યો છે. આ રાસે શ્રીપાળ મહારાજા અને મયણાસુંદરીની પાવનકથાને આખા જૈનસંઘમાં ઘેર ઘેર અને માણસે માણસે ગૂંજતી કરી દીધી છે.
સુશ્રાવક બાબુભાઈ ગિરધરભાઈ કડીવાળા વર્ષોથી આ રાસ ઉપર પ્રવચન આપે છે અને શ્રોતાઓને ભક્તિરસના અને આનંદના મહાસાગરમાં ડૂબાડી દે છે. એમના મોઢેથી આ રાસ ઉપરનાં પ્રવચને સાંભળવાં એ પણ જીવનમાં એક લ્હાવે છે એવા શ્રોતાઓના હદયના ઉદગારે છે. એની પાછળ બાબુભાઈનું શ્રેષ્ઠ વકતૃત્વ કામ કરે છે એમ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org