________________
૧૯૦
મયણાસુંદરી અને સુરસુંદરીના દૃષ્ટાંતથી અહીં આપણુને પણ કાંઈક સમજવા મળે છે. બન્ને રાજપુત્રીઓને ચેાસઠ કળામાં પ્રવીણ બનાવી હતી. સુંદર શિક્ષણ બન્નેને આપ્યું હતુ.. મયણાને ચેાસઠ કળા ઉપરાંત પાંસઠમી ધર્મની કળા શિખવાડી હતી. ધર્મનું અદ્દભુત શિક્ષણ આપેલુ‘ હતુ. એ વચ્ચે શિક્ષણના ફરક એકમાત્ર પાંસઠમી ધર્મની કળાના જ હતા. છેવટે પિરણામ જોઈ એ ત્યારે જીવનમાં ધર્મની કળા, ધર્મનું શિક્ષણ કેટલું જરૂરી દેખાય છે ! તેના ઉપરથી આપણે એક ક્મ્યુલા નક્કી કરીએ. વ્યાવહારિક શિક્ષણ-ધાર્મિ ક શિક્ષણ=જીવનની સફળતા, Success of life યાને મયણાસુ દરી. વ્યાવહારિક શિક્ષણુ–(બાદ)ધાર્મિક શક્ષણ=જીવનની નિષ્ફળતા Failure of life યાને સુરસુંદરી.
આપણા માટે અને આપણાં ખાળકા માટે આ વિષયમાં પુર ધ્યાન રાખવાનું છે. આવશ્યક ક્રિયાનાં સૂત્રેા, જીવવિચાર, નવતત્ત્વ અને કર્મગ્રંથ શીખ્યા પછી જ સાચી ધર્મની સમજ આવે છે. આપણે પણ તે દિશામાં પ્રયત્ન કરીએ. મયણાસુંદરીની શ્રદ્ધાના મૂળમાં જ્ઞાન પડેલું છે. શ્રુતજ્ઞાનનું અધ્યયન તા દીપક છે. મિથ્યાત્વના અંધકારમાં શ્રુતજ્ઞાનરૂપ દીપક સમકિતને પ્રગટાવવામાં ખૂબ જરૂરી છે.
તે વખતે પેાતાના લશ્કરમાં અરિદમન નામને સુભટ છે તેને માલાન્યા. તે સુરસુંદરીના પતિ નીકળ્યેા. સુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org