________________
૧૮૬
-
-
-
માલવ નરપતિ પ્રજાપાલ રાજા (મયણાના પિતા) આ રીતે શરણે આવે છે.
ત્યારે શ્રીપાલે તેના ખભા ઉપરથી કુહાડે નીચે મુકાવ્યું અને સભામાં બેસવા માટે આસન આપ્યું.
તે વખતે મયણ કહે છે: “પિતાજી! કર્મ કરે તે થાય તે બોલ ઉપર આપે મને જે પતિ આપ્યું હતું તેને આ પ્રભાવ તમે જુઓ.”
ત્યારે માલવપતિ શ્રીપાલને કહે છે: “આપના ગુણ || અને પ્રભાવને મેં ઓળખ્યા નહીં. આપ ખરેખર મનુષ્ય નથી, પણ દેવતુલ્ય છો.
“ કહે શ્રીપાલ ન મારો, એહો એ બનાવ; ગુરૂ દર્શિત નવપદ તણે, એ છે પ્રબલ પ્રભાવ.”
શ્રીપાલ કહે છે: “આવા પ્રકારને આ બનાવ મારાથી બન્યું નથી, પરંતુ ગુરૂ મહારાજે બતાવેલા નવપદને જ આ બધે પ્રભાવ છે.” અઢળક સિદ્ધિઓને પ્રાપ્ત કરનાર શ્રીપાલ કૃતજ્ઞભાવે નવપદને હૃદયમાં ધારણ કરે છે. આ નવપદનો પ્રભાવ સાંભળી પ્રજાપાલ રાજા સમ્યગદર્શન પામે છે. તે વખતે પ્રજાપાલને પરિવાર, સૌભાગ્યસુંદરી, રૂપસુંદરી વગેરે આવી પહોંચે છે. સૌ કોઈ ધર્મને પ્રભાવ જોઈ સમ્યગદર્શન પામે છે.
ઘણું વખતે સ્વજનોને મેળાપ થયો છે. સૌ આન. |Hદમાં આવી ગયાં છે. આનંદ આનંદ પ્રવર્તી રહ્યો છે. તે
_
_
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org