________________
વળી મારું ડાબું નેત્ર અને ડાબું અંગ પણ ફરકે છે. તેથી હું માતાજી! તમે ધ્યાન દઈને સાંભળે. મારા પ્રયતમ હમણાં જ અહીં પધારશે.
(શ્રીપાલ મહારાજાએ જ નગરને ઘેરો ઘાલ્ય છે. રાત્રે નગરની બહાર છાવણીમાં રહેલા શ્રીપાલના મનમાં વિચાર આવે છે કે નગરના દરવાજા રાજાએ બંધ કર્યા છે. તે ખૂલતાં તે ઘણા દિવસ નીકળી જશે. માતાજી અને મયણાને મળવાની ઇચ્છા છે. તેથી વિમલેશ્વર દેવે આપેલા હારના પ્રભાવથી શ્રીપાલ જે સ્થળે માતાજી અને મયણ | રહે છે ત્યાં આવ્યા અને ઘરના બંધ દરવાજાની પાસે ઊભા રહે છે. ત્યાં અંદર ચાલતો વાર્તાલાપ સાંભળે છે. સાસુ-વહુને વાર્તાલાપ સાંભળી શ્રીપાલ રેમાંચિત થઈ જાય છે. મયણાના હૃદયમાં રહેલી પરમાત્મભક્તિ, મયણાની શ્રદ્ધા, મયણુના સમ્યગદર્શનની નિર્મળતા, સાસુ પ્રત્યેને વિનય અને નેહભાવ જોઈ શ્રીપાલ આનંદવિભોર બની ગયા છે. પોતાની ગેરહાજરીમાં પણ ઘરમાં નવપદના જ ગુણ ગવાય છે.)
મયણા એ કહ્યું કે, “મારા પ્રિયતમ હમણાં જ પધારવા જોઈએ ત્યારે સાસુ કમળપ્રભા કહે છે –
કમળપ્રભા કહે વત્સ સાચ, | તાહરી જીભે અમૃત વસે સદાજી. તાહરૂં રે વચન હશે સુપ્રમાણ,
ત્રિવિધ પ્રત્યય છે તે સાથે મુદાજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org