________________
૧૮૧
અરિહંતાદિ સ્વરૂપ થાય છે. અને એ સ્વરૂપની સાથે આપણી એક્તાનું જ્ઞાન જેમ જેમ સ્થિર થતું જાય છે તેમ તેમ મુક્તિ માટેની યેગ્યતા વધતી જાય છે. એ માટે ચિતન્ય અંશથી સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા જોઈએ.
ધન્ય છે આવા મહાપુરૂષને ! જેમણે નવપદનું ધ્યાન પોતે સિદ્ધ કરીને આપણને પણ તે માટે પ્રેરણું આપી. આપણું જીવન નવપદની આરાધનામાં સ્થિર બને તે આપણને માગ બતાવ્યો.
મયણા પિતાની સાસુ કમળપ્રભાને કહે છે: “હે માતાજી! હે મારા વહાલાં સાસુજી! આજે સંધ્યાકાળે પરમાત્માની પૂજા કરતી વખતે મારા હૃદયમાં આવા અમુતક્રિયાના ભાવે આવ્યા અને તે ભાવમાં મેં પરમાત્માનું ધ્યાન કર્યું અને તે ધ્યાનમાં અદ્દભુત આનંદ અનુભવ્યું. તે સંધ્યાકાળની પૂજાને આનંદ હજી પણ મારા હૃદયમાં ઊભરાય છે. વિના કારણે ક્ષણ ક્ષણ રોમાંચ થાય છે. વળી આ અમૃતક્રિયા તુરત જ ફળવાવાળી છે. તેના ફળમાં આજ અને કાલ જેટલું પણ અંતર નથી. બીજુ રે અમૃતક્રિયા સિદ્ધિરૂપ,
તુરત ફળે તિહાં નહિ આતરોજી; કુરકે રે વામ નયન ઉરોજ,
આજ મિલે છે વાલિંભ માહોજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org