________________
જે ભાગ્યશાળી હાથમાં, ચિંતામણિ આવી પડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેહને નવ સાંપડે ? કલ્પવૃક્ષ અને ચિંતામણિ સમા પ્રભુ આજે મળ્યા,
હૃદય મંદિરીએ પ્રભુ પધાર્યા. ૨મજે મુજ મનમંદિરે રે, પ્રભુ પ્રેમ ધરી નિશદિન રે.
હૃદયમંદિરમાં પધારી પ્રભુએ પ્રેમપૂર્વક આપણ અંદર તેમની શક્તિઓનું આપણને દાન આપ્યું. (આપણું ભૂલાઈ ગયેલી શક્તિઓનું સ્મરણ કરાવ્યું) અને ક્ષીર નીર પેરે તુમશું મલશું, વાચક યશ કહે હેજે હળશું.
આ એકમેક રૂપે મળવાને અનુભવ કરાવ્યું. પ્રભુ! હવે નિરંતર મારા હૃદય મંદિરમાં બિરાજમાન રહેજે.
મયણની પૂજા, મયણાના હૃદયના ભાવે અને ધ્યાનની અલૌકિકતાની ભાવના કરતાં કરતાં આપણે જ ભગવાનની ભાવના અને ધ્યાનમાં પહોંચી ગયાં..............
બહુ સારું થયું. નિરંતર આ-રૌદ્ર ધ્યાનથી પીડાઈ રહેલાં આપણને પણ કરૂણસિધુ પરમાત્માએ માર્ગ બતાવ્યું. હવે દરરોજ પૂજા કરીને અગર એગ્ય અનુકૂળ સમયે અને સ્થળે આપણે પણ નિત્ય પ્રભુની કરૂણામાં આ પ્રમાણે સ્નાન કરીશું. અને તે દ્વારા આપણાં ભય, શેક, ચિંતા, અશાંતિ, ટેન્શનમાંથી મુક્ત બનીશું. અને પ્રભુની કરૂણા આપણા આંતરમનને સ્પર્શ થતાં આપણે નિત્ય સુખ, શાંતિ, આનંદ અને નિર્ભયતાને અનુભવ કરીશું. હવે દરરોજ નિયમિત આ રીતે પ્રભુનું ધ્યાન અને ભાવના કરીશું
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org