________________
હે કરૂણાના મહાસાગર, કૃપાના અવતાર, દયાના સમુદ્ર, એક માત્ર શરણ આપવાને સમર્થ પરમાત્મા ! હે કરૂણાના નિધાન પ્રભુ ! આપના ચરણમાં ભક્તિ વડે નમેલા એવા મારા ઉપર કરૂણ વરસાવી દુઃખના અંકુરા નાશ કરવા હે દયામય પ્રભુ ! તમે તત્પર બને.
અન્યથા શરણું નાસ્તિ, ત્વમેવ શરણં મમ | તસ્માત કારૂણ્ય ભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર !
હે પ્રભુ! આજ પર્યત મેં અનંતનું શરણ સ્વીકાર્યું પરંતુ મને શરણ આપવાને કઈ સમર્થ બની શક્યું નથી. આપના સિવાય મને બીજા કેઈનું પણ શરણ નથી. તમે એક જ મને શરણ આપવાને સમર્થ છો. સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ અધિક આપના કરૂણરસનું પાન (સ્નાન કરાવી પ્રભુ તમે મારું રક્ષણ કરો ! રક્ષણ કરે! રાત અને દિવસ આર્તધ્યાન, રૌદ્રધ્યાનથી પીડાઈ રહ્યો છું. ભય. શેક અને ચિંતાની લાગણીથી સદા વ્યગ્ર રહું છું. રાત અને દિવસ જગતના પદાર્થોનું ધ્યાન કરીને પીડાઈ રહ્યો છું. તે હે પ્રભુ! દયા લાવીને આપની કરૂણ વરસાવી દુઃખનું મૂળ કારણ આધ્યાન રૌદ્રધ્યાન શાન્ત થાય તેવું કરો. ચિંતા અને અશાંતિથી મને મુક્ત કરો. સુખ શાન્તિ અને આનંદનો અનુભવ કરાવે............. સુખ શાંતિ અને આનંદની પ્રક્રિયા કરતાં પહેલાં પ્રાર્થનાઃ(૧) દયા સિધુ, દયા સિધુ, દયા કરજે, દયા કરજે,
હવે આ જ છમાંથી, મને જલદી છૂટે કરજેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org