________________
આ રીતે ક્ષણે ક્ષણે આત્મામાં ભાલ્લાસ વધતે જતે હોય, તે છે “ભાવની વૃદ્ધિ” રૂપ અમૃતક્રિયાનું શું લક્ષણ.
પાંચમું લક્ષણ “વિસ્મય' એટલે આશ્ચર્ય.
આંધળા મનુષ્યને ચક્ષુની પ્રાપ્તિ થાય, દરિદ્રી માણસને ધનના પુંજની પ્રાપ્તિ થાય ત્યારે જેવું આશ્ચર્ય થાય તેવું આશ્ચર્ય પરમાત્માનાં દર્શન વખતે થાય તે અમૃતક્રિયાનું પાંચમું લક્ષણ છે.
છઠું લક્ષણ પુલક એટલે રોમાંચ.
પરમાત્માના ગુણે, પરમાત્માની આપણને તારવાની અચિંત્ય શક્તિ, પરમાત્માનું સ્વરૂપ, તેનું ચિંતન કરતાં રેમરાજ વિકસ્વર થઈ જાય તે રેમાંચ અમૃતક્રિયાનું | છઠું લક્ષણ છે.
સાતમું લક્ષણ પ્રમાદ એટલે આનંદ.
પરમાત્માનું પૂજન ધ્યાન વગેરે કરતી વખતે આનંદથી હદય ભરાઈ જાય, જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ સત્તાએ આપણા પિતાના અંદર રહેલું છે તે આત્મ સ્વરૂપને પરમાત્માનું દર્શન, વંદન, પૂજન, સ્તવન, ધ્યાન કરતી વખતે કિંચિત અનુભવ થતાં જે આનંદ અનુભવાય છે, તે અમૃતક્રિયાનું સાતમું લક્ષણ છે.
અમૃતક્રિયાના સાત લક્ષણેયુક્ત પરમાત્માની પૂજા!
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org