________________
આના ઉત્તરમાં મહાપુરૂષે કહે છે, કે આ જીવનમાં આત્મસ્વરૂપને આંશિક અનુભવ કરી શકાય છે, એટલે કે આ જીવનનું યેય શકય આત્મઅનુભવ કરવો તે છે, અને જન્માંતરમાં અનુકૂળ સામગ્રી મળે ત્યારે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ કરવું તે છે. આ દિશામાં આગળ વધવા માટે પરમ પૂજ્ય, ગુરૂદેવ પંન્યાસજી શ્રી ભદ્ર કરવિજયજી મહારાજ સાહેબનું લખેલું સાહિત્ય વાંચવા ખાસ ભલામણ છે.
આ પુસ્તક પણ તેઓશ્રીની પ્રેરણાનું ફળ છે. આમાં જે કંઈ સારું છે તે તેઓશ્રી પાસેથી મળેલું છે, તેઓશ્રીની કૃપાનું ફળ છે. આમાં જે કોઈ ત્રુટિ છે તે મારી પોતાની છે.
સુજ્ઞ વાચક વર્ગને પ્રાર્થના કરું છું કે, આમાં રહેલી ત્રુટિઓ. તરફ મારું ધ્યાન દોરવા આપ અવશ્ય કૃપા કરશે.
આ પુસ્તકના લખાણમાં ક્યાંય પણ શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેની ત્રિવિધ ક્ષમા યાચું છું.
પુસ્તકને વિષય શ્રીપાલ અને મયણનાં આધ્યાત્મિક રહસ્યો હેવાથી શ્રીપાલ અને મયણાનું કથાનક ગૌણપણે લખેલ છે.
ગિરનાર મહાતીર્થમાં સહસાવનમાં ૨૦૪૦ ના ચૈત્ર વદ – અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા પછી, એક મહિના માટે કરૂણાસાગર નેમનાથ ભગવાનની પરમ પાવનકારી, પવિત્ર છત્રછાયામાં સાધના માટે ગિરનાર ઉપર રોકાવાને અણમોલ અવસર પ્રાપ્ત થયે, તે વખતે દેવગુરુની કૃપાથી આ પુસ્તક શ્રી નેમનાથ ભગવાનના કરૂણામય પ્રકાશમાં લખાયું છે. કૃપાનિધિ પરમાત્માને દિવ્ય પ્રકાશ આપણું સૌના હૃદયમાં નિરંતર પથરાત રહે એ જ અભ્યર્થના.
લિ. બાબુભાઈ કડીવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org