________________
૧૬૦
“ માતાજી ! શાસ્ત્રમાં તે નવપદના પ્રભાવનું વર્ણન અનેક સ્થળેાએ આવે છે. પરંતુ મને પેાતાને જ એ વાતને આજે અનુભવ થયા છે. આજ સધ્યાકાળે હું ભગવાનના મંદિરમાં પૂજા કરવા ગઈ હતી. સંધ્યાકાળે પરમાત્માનાં આરતી મંગળ દીવા અને ધૂપ પૂજા કરતાં મારા હૃદયમાં એવા અદ્દભુત ભાવેા ઉત્પન્ન થયાં કે જેના પ્રભાવથી આપણા સ ભર્યા આજે જ નાશ પામી જવા જોઇએ.”
માતા પૂછે છે, “હું મારી વહાલી પુત્રવધૂ! તને પૂજામાં કેવા અનુપમ ભાવ આવ્યા ?” ત્યારે મયણા કહે – આજે મને અમૃતક્રિયાના પરિણામ મારા હૃદયમાં ઉત્પન્ન થયેા છે.” અમૃતક્રિયાના સાત લક્ષણા મયણાસુદરી અહી બતાવે છે. ઉપાધ્યાય યાવિજયજી મહારાજ કહે છે કે આ સાત લક્ષણા યુક્ત ભગવાનની પૂજા અગર ધનું કાંઈપણું અનુષ્ઠાન જો થઇ જાય છે તેા આજના કરેલા ધર્મના મૂળ માટે આવતા ભવ સુધી નહીં પરંતુ આવતી કાલ સુધી પણ રાહ જોવાની જરૂર નથી. “અમૃતક્રિયા સિદ્ધિરૂપ, તુ ફળે છે-તિહાં નથી આંતરાજી. ’ આજના કરેલા ધનુ ફળ આજે જ પ્રાપ્ત થાય છે.
અમૃતક્રિયાના સાત લક્ષણા મયણાસુંદરી બતાવે છે. આપણે પણ પરમાત્માની ભક્તિ આવા અમૃતક્રિયાના લક્ષણે યુક્ત કરવાની છે. ધ્યાનપૂર્વક આ લક્ષણા આપણે સૌએ હૃદયમાં ધારણ કરવાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org