________________
Where there is God, there is only Good. જ્યાં પરમાત્મા હોય ત્યાં બધું સારું જ હોય છે.
Fear is nothing but lack of faith in God.||| પરમાત્મામાં શ્રદ્ધાને અભાવ એનું જ નામ ભય છે.
આખા નગરના લોકો દુમનમાં કેટલી શક્તિ છે તેનો વિચાર કરતા હતા. તેથી તે ભયગ્રસ્ત બની ગયા છે. મયણું પરમાત્મામાં કેટલી અચિંત્ય શક્તિ છે તેને વિચાર કરતી હતી. તેથી એક મયણા જ આખા નગરમાં નિર્ભય છે. જે વસ્તુનો માણસ નિરંતર પાતાના મનમાં વિચાર કરતે હોય છે તે વસ્તુ તેના જીવનમાં અવશ્ય ફળદાયી | થાય છે. ખરાબ વિચારો કરે છે તેને ખરાબ રૂપે તે ફળે છે. સારા વિચારો કરે છે તેને સારા રૂપે ફળે છે. જે જિનેશ્વર ભગવંતના નિરંતર વિચારો કરે છે તેના જીવનમાં પરમાત્મા ક૯પવૃક્ષની જેમ ફળદાયી બને છે. તે માટે શ્રીપાળ અને મયણનું પ્રત્યક્ષ દષ્ટાંત આપણે જોઈ રહ્યા છીએ.
મયણાએ કહ્યું, નવપદના પ્રભાવથી રાવ ભયે નાશ પામી જાય છે, ત્યારે માતા પૂછે છે “પુત્રી ! નવપદને આ અચિંત્ય પ્રભાવ છે, તેનું તારી પાસે પ્રમાણુ શું છે?
ત્યારે મયણા કહે છે
“બીજાં રે જે કોણ પ્રમાણ, અનુભવ જાગ્યે મુજને એ વાતને જી; હુઓ રે પૂજાને અનુપમભાવ, આજ રે સંધ્યાએ જગતાતને છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org