________________
૧૫૩
પ્રથમ પરમેષ્ઠિ તેમની સાથે ધ્યાતાના આત્માનો સર્વપ્રકારે એકીભાવ અથવા અકયતા તે અભેદ પ્રણિધાન છે.
આવું અભેદ પ્રણિધાન જ વિઘ્નાને નિમૂળ કરવામાં સૌથી અધિક સમર્થ છે. તેથી જ તે પરમાત્મસ્વરૂપ “ અહ”ના આ અભેદ પ્રણિધાનને તાત્ત્વિક નમસ્કાર કહેવામાં આવે છે.
ટ્રકમાં સ'ભેદ એટલે ચારે બાજુ અહં ? શબ્દથી • આપણા આત્માને વીંટળાયેલા જોવા. અર્થાત્ પેાતાના આત્માના અહુની મધ્યમાં ન્યાસ (સ્થાપન) કરવા.
અભેદ એટલે પેાતાના આત્માનુ અરિહંત રૂપે ધ્યાન કરવું.
નમસ્કારનું ઉપર મુજબ તાત્ત્વિક સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય ભગવાને બતાવ્યું છે. તેનુ રહસ્ય જ્યારે સાધના દ્વારા સમજાય છે ત્યારે સર્વે પાપ (કર્મા)ને મૂળમાંથી ઉખેડી નાખવાની અને શ્રેષ્ઠ મોંગલ રૂપ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવવાની નમસ્કારની અચિંત્ય શક્તિ ઉપર પૂર્ણ શ્રદ્ધા થાય છે.
* શ્રીપાલ મહારાજાન! રાસના ત્રીજો ખંડ સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org