________________
-
-
-
-
-
૧પ૧
સિદ્ધિને ઈરછે છે તે પ્રમાણે આઠ રાણીઓ સાથે હોવા છતાં પોતાની ઉપકારી મયણાને મળવા માટે શ્રીપાલ મહારાજા ઈરછા કરે છે.
શ્રીપાલ મહારાજાએ ચતુરંગ સેના સાથે માલવ દેશમાં પ્રવેશ કર્યો. તે વખતે માલવ દેશના રાજા પ્રજાપાલ કઈ પરદેશી રાજા મેટા સિન્ય સહિત આવે છે તેવી ખબર મળતાં ખૂબ ભયભીત બની ગયા. રાજાએ ઉજજેની નગરીના દરવાજા બંધ કરી દીધા. શ્રીપાલ મહારાજાએ ઉજૈની નગરીની ચારે તરફ મટે ઘેરે નાખે છે. ઢાળ પુરી હુઈ આઠમી, પૂરણ હુએ ત્રીજો ખંડ રે; હેય નવપદ વિધિ આરાધતાં, જિમ વિનય સુયશ અખંડેરે.
શ્રીપાલ મહારાજાની સિદ્ધિની પાછળ શું રહસ્ય છે તે જોઈએ. શ્રીપાલ મહારાજાના મનમાં નવપદો નિરંતર રહેતાં હતાં, નવપદના મહિમાથી તેમનું હૃદય નિરંતર વાસિત રહેતું હતું. તે નવપદો છેવટે સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી શ્રીપાલ મહારાજાને પણ નવપદરૂપ બનાવી દેશે. પરમાત્મા પ્રત્યેના નમસ્કાર ભાવથી શ્રીપાલ મહારાજાનું હૃદય સદા વાસિત રહેતું હતું.
- તાત્વિક નમસ્કારનું સ્વરૂપ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સિદ્ધ હેમ શબ્દાનુશાસન” નામના ગ્રંથમાં બતાવેલું છે.
તે મૂળ પાઠ નીચે મુજબ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org