________________
-
-
----
----
-
-
-
--
-
-
-
-
-
१४८
પૂરે કુંવર સમસ્યા સારી, આનંદિત હુઈ નૃપતિ કુમારી; વરે કુમાર તે ત્રિભુવન સાર, ગુણ નિધાન જીવન આધાર
આ પ્રમાણે શ્રીપાલકુંવરે સર્વ સમસ્યાઓ પૂર્ણ કરી.
રાજકુમારી ખૂબ આનંદિત થઈ. ગુણના ભંડાર સરીખ અને જીવનના આધારરૂપ શ્રીપાલકુંવરને રાજકુમારી શૃંગાર સુંદરીએ વરમાળા પહેરાવી. સાતમી ઢાળ એ ત્રીજે ખંડે, પૂરણ હુઈ ગુણ રાગ અખંડે સિદ્ધચક્રના ગુણ ગાઈએ, વિનય સુજસ સુખ તો પાઈજે.
તે પછી રાધાવેધ કરીને કોલલાગપુર નગરના પુરં દર રાજાની પુત્રી જયસુંદરી સાથે શ્રીપાલ મહારાજાનું લગ્ન થયું.
બધી રાજકુમારીઓ, અઢળક ધન સંપત્તિ અને ચતુરંગ સેના સાથે શ્રીપાલ મહારાજા થાણું બંદરે પધાર્યા. થાણાનગરીના રાજાને પુત્ર ન હતો, તેથી શ્રીપાલ મહારાજાને રાજ્યાભિષેક કર્યો. અને થાણાનગરીની રાજગાદી શ્રીપાલ મહારાજાને સે પી.
હવે શ્રીપાલ મહારાજા મુગટબદ્ધ રાજા બન્યા છે. નવપદના પ્રભાવને નિરંતર મનમાં ધારણ કરે છે. પિતાની માતાને તથા મયણાસુંદરીને મળવાની ઇરછાથી હવે શ્રીપાલ કુંવર ઉજૈની નગરી તરફ જવા નીકળે છે. આ
હાથી, ઘોડા, ચતુરંગ સેના અને સુંદરીઓથી પરિ. વરેલા શ્રી પાલ મહારાજા ઉજજૈની નગરી તરફ પ્રયાણ કરે છે.
-
-
-
-
-
- -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org