________________
૧૪૭
ત્રીજી સખીને મનગમતે જવાબ મળ્યો તેથી તે ચુપ, થઈ ગઈ.
ચોથી સખીને પ્રશ્ન છેઃ “જિત્તો લિૉ બિલાડ” ભાગ્યમાં હશે તેટલું જ મળશે.” આપણે પણ આ જ પ્રશ્ન છે. લાખ રૂપિયા મળે તેવું પ્લાનીંગ કર્યું છતાં દશ હજાર મળ્યા. આવા સમયે આપણે ચિંતા કરીએ છીએ. બીજાને દોષ આપીએ છીએ. હવે શ્રીપાલ મહારાજા શું ઉપાય બતાવે છે ?
રે મન અપા ખંચિ કરી, ચિંતા જાળ મ પાડ; ફળ તિત્તોહિ જ પામીએ, જિત્ત લિહ્યો નિલાડ.
રે મન ! તું આત્માને ખેંચીને શા માટે ચિંતાની જાળમાં ફસાવે છે ? ફળ તે તેટલું જ મળશે જેટલું ભાગ્યમાં લખ્યું હશે. પુરુષાર્થ ગમે તેટલો હેય પણ ફળ ભાગ્ય પ્રમાણે જ મળે છે.
ચોથી સખીને મનગમતો જવાબ મળવાથી તે ચુપ થઈ ગઈ
પાંચમી સખીનો પ્રશ્ન છે: “તસુ તિહુઅણ જણ દાસ”
ત્રણ જગતના જી આ મનુષ્યના દાસ બનીને રહે છે. આપણે પણ આ જ પ્રશ્ન છે. “સમાજમાં આપણને કેઈ સ્થાન મળે, ચાર માણસે આપણી સલાહ લે, આપણી પ્રતિષ્ઠા સર્વત્ર ફેલાય” આવું બધા જ ઈરછે છે પણ સફળતા મળતી નથી. તે શું કરવું? શ્રીપાલ કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org