________________
----
-
-
पहर
પહેલી સખીને જેનશાસનના રહસ્યને બતાવનાર મન| ગમતે જવાબ મળતાં તે ચુપ થઈ ગઈ.
બીજી સખીને પ્રશ્ન છે-“અવર મ ઝંખે આલ” એટલે કે બીજી આળપંપાળ છેડી દે. આખો દિવસ આપણે સર્વના મનમાં વિચારે ચાલે છે કે આમ કરૂં તે કાર્ય સિદ્ધિ થાય કે તેમ કરૂં તે કાર્યસિદ્ધિ થાય. રાત દિવસ આપણું ધારેલું કાર્ય કેવી રીતે પૂરું કરવું તે માટે આપણે આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી પીડાઈએ છીએ. ભય, શેક અને ચિંતાથી વ્યગ્ર રહીએ છીએ. તો શું કરવું? જવાબ શ્રીપાલ આપે છે.
અરિહંત દેવ સુસાધુ ગુરૂ, ધમ્મજ દયા વિશાલ; જપ હુ મંત્ર નવકાર તુમે, અવર મ ઝંખે આલ.
અરિહંત અને સિદ્ધ જેમાં દેવ છે, આચાર્ય, ઉપધ્યાય અને સાધુ જેમાં ગુરૂ છે અને દયામય ધમ જેમાં રહેલો છે તે નમસ્કાર મહામંત્રનું નિરંતર સ્મરણ કરે. બીજી આળપંપાળ છોડી દો.
નમસ્કાર મંત્રના મરણ માત્રથી શાંતિ અને આનદને અનુભવ થાય છે. તે નવકારને મનમાં ધારણ કરે. સઘળી ચિંતા નાશ પામી જશે.
સમગ્ર વિશ્વ અશાંતિ અને અજંપામાંથી પસાર થઈ રહ્યું છે. કેઈ કહે છે, અમે આર્થિક કારણે, કોઈ માનસિક કારણે, કોઈ શારીરિક કારણે, કઈ વ્યાવહારિક, કૌટુમ્બિક, _રાજકીય, સામાજિક કારણે અશાંતિ અને અજપામાં છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org