________________
કહે ગૌતમ વાણી રે, અમૃત પદ પાવે. ઉપરના સ્તવનના ભાવ ખૂબ વિચારવા જેવા છે.
શ્રી નવપદજી મહારાજની સાથે અનંત કાળ સુધી ચાલે તેવો અતૂટ સંબંધ બાંધવા માટે આ માનવ ભવમાં ઉત્તમોત્તમ તક મળી છે, એમ માનીને ભક્તિભર હૃદયથી આરાધના કરવા અને બીજેઓને આરાધનામાં જોડવા માટે ઉલ્લસિત થવું જોઈએ. બીજાઓને આરાધનામાં જોડવા એ પુણ્યાનુબંધી પુણ્ય કમાવવા માટે રનના વ્યાપાર તુલ્ય અમૂલ્ય વ્યાપાર છે. નવપદની આરાધના શાશ્વત ગુણરત્નને કમાવવાનું અપૂર્વ અનુષ્ઠાન છે. નવપદમાં આપણે આત્મા અને આપણું આત્મામાં નવપદે રહેવાં છે–એવો નિશ્ચય શ્રીપાલની જેમ આપણને પણ થાય એવું ધ્યેય રાખવું જોઈએ.
અરિહંતાદિ પદેના આલંબને આપણે ઉપયોગ અરિહંતાદિ|| સ્વરૂપ થાય છે, અને ઍ સ્વરૂપથી સાથે આપણે એકતાનું જ્ઞાન જેમ જેમ સ્થિર થતું જાય છે, તેમ તેમ મુક્તિ માટેની યોગ્યતા વધતી જાય છે. એ માટે ચૈતન્ય અંશથી સર્વ જીવ સાથે મૈત્રીપૂર્ણ || સંબંધ રાખવો જોઈએ. નવપદજી મહારાજની ભક્તિ બધી જરૂરી વસ્તુ મેળવી આપશે.
આપણી આરાધના કેવી હોવી જોઈએ તે માટે પૂજ્ય પંન્યાસજી મહારાજ ને સંક૯૫ ઉપર મુજબ છે. તે આરાધનાના વિશ્વ કલ્યાણ કારી માર્ગે આગળ વધવા માટે પૂજ્ય ગુરૂમહારાજની પ્રેરણું અને બળ આજે પણ આપણને મળી રહ્યું છે. આપણે સૌ શ્રી નવકાર, શ્રી નવપદજી ભગવંત અને શ્રી સામાયિકની સર્વ કલ્યાણકારી આરાધનાના માર્ગે આગળ વધી શીધ્ર સ્વરૂપનું કલ્યાણ સાધીએ એ જ મંગળ કામના.
આ પુસ્તક લખવામાં પ્રેરક ઉપરનાં ગુરૂવચને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org