________________
૧૪૦.
શ્રીપાલ મહારાજાએ ઉપાય બતાવ્યું છે. નવપદેને મનમાં || ધારણ કરે, તમારા મનોરથ પૂર્ણ થશે.
On human plane, there is scarcity of every thing, on divine plane, there is infinite supply. મનુષ્યના સ્તર ઉપર દરેક ચીજની અછત દેખાય છે. પરમાત્માના સ્તર ઉપર વિચાર કરતાં અનંતની ઉપસ્થિતિ, છે. માત્ર ખ્યાલ એટલે જ રાખવાને છે કે, કલ્પવૃક્ષની પાસે કાકડી ન માંગી શકાય. અનંત આનંદ, અવ્યાબાધ સુખ અને પરમાત્મ સ્વરૂપના દાતાર પરમાત્મા પાસે તુરછ દગલિક વસ્તુની માંગણી કરવી તે અયોગ્ય છે. જો કે આત્માની અનંત સમૃદ્ધિના ખજાનાને પ્રાપ્ત કરવાની તીવ્ર ઝંખના થતાં અને આત્માના પૂર્ણ—આનંદમય સ્વરૂપની ઓળખાણ થતાં તુચ્છ વસ્તુની ઈરછા પણ થતી નથી. પરમ તત્વ પરમાત્મા સાથેના સંબંધનું જ્ઞાન થયા પછી પરમાત્મા અને નવપદે આપણું સર્વસ્વ થઈ જાય છે.
આત્માના અનંત સુખ અને આનંદના ખજાનાની ! ઓળખ થયા પછી જગતનાં બાહ્ય સુખ તુચ્છ લાગે છે. અને આપણા આત્માના અનંત સુખની અનુભૂતિના પરમ કારણ, પૂર્ણતાને વરેલા પરમાત્મામાં વૃત્તિઓને વિલીન કરવા માટે નવપદનું ધ્યાન, પરમાત્માનું સ્મરણ તે જ પરમ અમૃત તુલ્ય લાગે છે. શ્રીપાલ મહારાજાએ સમસ્યા પૂર્ણ કરી, તેને ભાવાર્થ એ છે કે નવપદજી ભગવંતને હૃદયમાં ધારણ કરનારને મોક્ષ પયતની સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને લક્ષ્મીઓની ગ્રાપ્તિ થાય છે. માટે જ કહ્યું છે કે
(OW ------ - Jain Education International
- For Private & Personal Use Only
www.jainelibrary.org