________________
૧૩૫
| કરવા માટે નમસ્કાર મંત્ર અને નવપદ સર્વશ્રેષ્ઠ સાધન છે. સાધકનું મન જ્યારે નમસ્કાર મંત્રના જાપ અને નવપદના ધ્યાનમાં એકાકાર બને છે, ત્યારે વિશ્વની સર્વોત્તમ શક્તિ રૂપ પરમેષ્ટિએ સાથે તે એકતાનો અનુભવ કરે છે. તે એકતા સિદ્ધ થતાં, વિના ઈરછાએ સિદ્ધિઓ અને સંપત્તિઓનું આગમન થાય છે, આત્માના પરમાનંદનો અનુભવ થાય છે અને અંતે પૂર્ણ આત્મસ્વરૂપ પ્રગટ થાય છે ? Possession of Perfection.
- પરદેશી માણસની કહેલી હકીકત અનુસાર શ્રીપાલ મહારાજ કંચનપુર નગરે સ્વયંવર મંડપમાં પહોંચે છે. ત્યાં વસેન રાજા રાજ્ય કરે છે. તેને કંચનમાલા નામની રાણી છે. રાજાને ચાર પુત્રો અને ગેલેક્સસુંદરી નામની એક પુત્રી છે. રૂપ, ગુણ અને કળાનો ભંડાર છે. રાજાએ સ્વયંવર મંડપની રચના કરી છે. સ્વયંવર મંડપમાં રાજકન્યા રૈલોક્યસુંદરી શ્રીપાલ મહારાજને વરમાળા આપે છે.
અહીં પ્રશ્ન જરૂર થશે કે મયણા જેવી ઉપકારી સતી સ્ત્રી હોવા છતાં શ્રીપાલ મહારાજા શા માટે બીજી રાજકુંવરીઓ સાથે લગ્ન કરે છે? છેલલા ખંડમાં શ્રીપાલ અને મયણનો પૂર્વ જન્મ આવશે. ત્યારે આ પ્રશ્નનો જવાબ મળી જશે.
શ્રીપાલ મહારાજા રાજસભામાં બેઠા છે હવે તે || વખતે એક દૂત આવ્યા અને શ્રીપાલ મહારાજાને કહે છે [ કે અહીંથી થોડે દૂર દલપત્તન નામનું નગર છે. ત્યાં ધરા-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org