________________
૧૩૦
II TI
-
નગરમાં પ્રવેશી વિદ્યાગુરૂના ત્યાં જાય છે. ત્યાં રાજકુમારો વિણ વાઘની કળા શીખે છે. રાજકુમારે કૂબડાને (શ્રીપાલને) પૂછે છે કે શું કામ માટે આવવું થયું ?
કુબડો કહે છેઃ “જે કામ માટે તમે આવ્યા છે તે જ કામ માટે અમે પણ આવ્યા છીએ.” * પરીક્ષા માટેનો સમય આવી ગયો. મોટી સભા ગઠવાઈ છે. સંગીતના વિષયના અનેક જાણકારો આવેલા છે. દેશ-દેશાતરથી રાજકુમાર અને અઢારે વર્ણના માણસો આવેલા છે. તે વખતે સભામાં રાજકુમારી આવે છે.
આવી રાજકુમારી, કલા ગુણ વરસતી રે લોલ, વિણા પુસ્તક હાથ, જે પ્રત્યક્ષ સરસ્વતી રે લોલ.
જાણે સાક્ષાત્ સરસ્વતી દેવીને અવતાર હોય તેવી રાજકુમારી સફેદ વસ્ત્રમાં સજજ થયેલી, એક હાથમાં પુસ્તક અને એક હાથમાં વીણા લઈને સભામાં આવી. ”
આપણા કૂબડાજી (શ્રીપાલ) સભામાં પ્રવેશ કરવા જાય છે, ત્યાં દરવાને અટકાવ્યા. કૂબડાજીએ દરવાનને સેનાનું આભૂષણ ઈનામમાં આપ્યું, તુરત સભામાં પ્રવેશ મળી ગયો.
પરીક્ષા શરૂ થઈ. એક પછી એક રાજકુમાર અને સંગીતના અભ્યાસીઓ વીણા વગાડે છે. પરંતુ જ્યારે રાજકુમારીએ વીણા વગાડી ત્યારે પરીક્ષા આપનારા વીણા વાવની કળામાં સાવ નિસ્તેજ દેખાયા. de
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org