________________
૧૯
-
-
વિમલેશ્વર દેવ આપણને બધાને શિખામણ આપે છે. “સિદ્ધચકની ભક્તિ નિરંતર હદયમાં ધારણ કરજો. સિદ્ધચક્ર સિવાય બીજા કેઈને પણ મન કે હૃદયમાં પ્રવેશવા દેશે નહિ.” આ શિખામણનું પાલન કરોઅને વરદાન આપે છે. “કેઈક કામ પડે મુજને સંભારજે.” કાંઈક કામ પડે તે મને યાદ કરજે. હું તમારું કાર્ય સિદ્ધ કરી જઈશ. પરંતુ તમે મનમાં કે હદયમાં પરમાત્મા સિવાય બીજા કેઈને પણ પ્રવેશવા ન દેતા.
સિદ્ધચક એ (cosmic dinnamo) અચિંત્ય શક્તિ છે. ધ્યાન પ્રક્રિયા દ્વારા સિદ્ધચક્રને આપણા હદયમાં (ઓપરેટ) ધારણ કરવામાં આવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ, સિદ્ધિઓ અને મોક્ષ પર્વતની સવ સંપદાઓનું ઉત્પાદન કેન્દ્ર આપણું અંદર જ સર્જન થાય છે.
શ્રીપાલ મહારાજાએ બીજા દિવસે પ્રાતઃકાળમાં ચિંતન કર્યું કે “કુંડલપુર નગરે પહોંચું”—હારના પ્રભાવથી ક્ષણમાં જ કુંડલપુર નગરે પહોંચી ગયા. ગામની બહાર ઊભા છે ત્યાં તે
દીઠા તીહાં દરવાન, તે વીણ બજાવતા રે લોલ; રાજકુંવરીના રૂપ, કળા ગુણ ગાવતા રે લોલ.
નગરને દરવાન વીણા વગાડે છે. રાજકુમારીની રૂપ, ગુણ અને કળાની પ્રશંસા કરે છે. ખાતરી થઈ કે આ જ કુંડલપુર નગર છે. શ્રીપાલે કૂબડાનું રૂપ ધારણ કર્યું છે.
BE
=
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org