________________
તતખિણુ સહમવાસી, દેવ તે આવી; વિમલેસર મણિહાર, મનહર લાવી, થઈ ઘણે સુપ્રસન્ન, કુંવર કંઠે હવે; તેહ તણે કર જોડી, મહિમા વરણ.
તે વખતે સૌધર્મ દેવલોકમાં રહેવાવાળા વિમલેશ્વર દેવ પિતાના હાથમાં મણિને મનહર હાર લઈને આવી પહોંચ્યા. પ્રસન્નતા પૂર્વક તે હાર શ્રીપાલ મહારાજાના કંઠમાં આરોપણ કર્યો. અને હારના મહિમાનું વર્ણન કરે છે.
આ હારના પ્રભાવથી તમે જ્યાં જવાની ઈચ્છા કરશો ત્યાં પહોંચી જશે. જેવું રૂપ પરિવર્તન કરવા ઇરછશે તેવું રૂપ પરિવર્તન થઈ જશે. જે કેઈ વિદ્યા–અભ્યાસકળા તમે શીખવા ઈચ્છતા હશે તે વિના અભ્યાસે તમને સિદ્ધ થઈ જશે. ઝેરના ભયંકર વિકારે પણ હારના પ્રભાવથી નાશ પામી જશે.”
હારના પ્રભાવનું વર્ણન કરીને વિમલેશ્વર દેવ કહે છે – સિદ્ધચક્રને સેવક, હું છું દેવતા, હે લાલ, કેઈ ઉરીયા ધીર, મેં એને સેવતા, હે લાલ. સિદ્ધચક્રની ભક્તિ, ઘણી મન ધારજે, હે લાલ. મુજને કેઈક કામ, પડે સંભારજે. હે લાલ.
વિમલેશ્વર દેવ કહે છેઃ “હું સિદ્ધચકને સેવક દેવ છું એટલું જ નહીં, પરંતુ સિદ્ધચક્રના આરાધકોનો પણ
હું સેવક છું. આજ સુધીમાં સિદ્ધચક્રના અનેક આરાful ધકેનો મેં ઉતાર કર્યો છે.”
-
---
-----
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org