________________
૧૨૭
પાપના પ્રાશ (પાપની બાદબાકી) અને પુણ્યના પ્રક (પુણ્યના સરવાળા) થાય છે. વિભાવદશામાંથી છુટકારા ( ભાવકને ભાગાકાર) અને સ્વભાવમાં રમણતા ધર્મના ઉત્કૃષ્ટ ગુણાકાર ) થાય છે. આ રીતે નમસ્કાર મંત્ર અને નવપદો ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ સર્વોત્કૃષ્ટ Methematical \lature છે.
આ રીતે જગતની સર્વ કળાના સમૂહ નમસ્કાર મંત્ર અને નવપદમાં સંગ્રહીત છે. ( સવ કળાના સંગ્રહ નવકાર અને નવપદમાં છે. વિશેષ સમજવા માટે વાંચા આ લેખકનું જ પુસ્તક-જીવનની સર્વ શ્રેષ્ઠ કળા શ્રી નવકાર. )
સર્વ કળાનુ નિધાન નવકાર અને નવપદમાં છે તે આપણી બુદ્ધિમાં સમજાય છે ત્યારે આપણી બુદ્ધિ નિર્મળ અને ઇં, આપણી બુદ્ધિ સમ્યગ્ર અને ઇં, અને બુદ્ધિ શુદ્ધ થતાં વિવેકપૂર્વક આપણા મન મ`દિરમાં પરમાત્મા સિવાય આપણે બીજા કાઇને પણ પ્રવેશ આપતા નથી. અને આ રીતે આપણા હૃદય મંદિરમાં પરમાત્મા નિરંતર વસે ત્યારે આપણે સ્વય· શ્રીપાલ અને મયણા બની જઈએ છીએ. નવપદ આપણું સર્વસ્વ બની જાય છે ત્યારે આપણે શ્રીપાલ અને મયણા બનીએ છીએ.
શ્રીપાલ મહારાજા સિદ્ધચક્રના ધ્યાનમાં તન્મય-તદ્રુપ બની ગયા. તે વખતે સિદ્ધચક્રની શક્તિએ તેમનામાં Creative power) રૂપ કાર્યશીલ થઈ ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org