________________
પરમ સાધન પરમેષ્ઠિઓ પ્રત્યે નમસ્કારભાવ છે. પરમાત્માને હૃદય-મંદિરમાં ધારણ કરનાર મનુષ્ય જગતને શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી (Economist) છે, કારણ કે (Economic ની effect) સુખ, શાન્તિ, આનંદ, નિર્ભયતા આદિને તે જીવનમાં અનુભવી શકે છે.
* Constitutionally Correct * બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય
બંધારણીય દષ્ટિબિંદુથી જગતમાં સર્વશ્રેષ્ઠ નમસ્કાર | મહામંત્ર છે. ભારતનું બંધારણ ઘડ્યાને ૩૬ વર્ષ થયાં, તે દરમિયાન ૪૪ સુધારા મંજૂર કરવાની જરૂર પડી. વિશ્વના દરેક દેશના બંધારણમાં અવસરે અવસરે જરૂરિયાત મુજબ સુધારા કરવામાં આવે છે.
પરંતુ આ એક જ ચીજના બંધારણમાં અનંતકાળમાં એક પણ સુધારો કરવાની જરૂર પડી નથી. અનંત તીર્થકરે અને ગણધર ભગવંત થઈ ગયા. અનંત મહા પુરુષે થઈ ગયા. પરંતુ નમસ્કાર મહામંત્રનું બંધારણ અતિ વિશુદ્ધ હોવાને કારણે આજ સુધીમાં અનંતકાળમાં કોઈને પણ ૬૮ અક્ષરના બંધારણમાં એક પણ સુધારો કરવાની જરૂરિયાત દેખાઇ નથી માટે જગતમાં Constitutionally Correct બંધારણની દૃષ્ટિએ શાશ્વત સત્ય શ્રી નમસ્કાર મહામંત્ર છે. જેની આરાધનાથી અનંતાએ અનંત ફળ પ્રાપ્ત કર્યું, તે નમસ્કાર મહામંત્રનું શાશ્વત સ્વરૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org