________________
૧૨૨
તેની પાછળનો હેતુ એવો હોય છે કે “પિસા હશે તે મને શાંતિ મળશે, પૈસા હશે તે સુખ મળશે, પૈસા હશે તે મને આનંદ મળશે, પૈસા હશે તે હું સ્વતંત્ર જીવન જીવી શકીશ.” આ બધી પૈસાની અસર જીવનમાં અનુભવવા માટે મનુષ્ય પૈસાની પાછળ દોડે છે. પરંતુ કેઈ માણસ પાસે ૨૦ લાખ રૂપિયા છે. એક વર્ષમાં વેપારમાં એક કરોડ થઈ ગયા. ત્રણ મહિના પછી તેને આપણે પૂછીએ કે ભાઈ ! તમારી પાસે એક વરસમાં પાંચ ગણા પૈસા થઈ ગયા, તેથી પૈસાની અસર (Effects of Economics) જીવનમાં કેટલા પ્રમાણમાં વધી? ત્યારે તે કહે છે, “સુખ, શાંતિ અને આનંદના બદલે ઉપાધિ વધી. અશાંતિ, ભય અને અજપ જીવનમાં વધ્યાં.”
-
-
- -
-
પિસા (Economy)ની જે કાંઈ અસર-સુખ, શાંતિ, આનંદ આદિ પોતાના જીવનમાં અનુભવવા માટે મનુષ્ય પિસા પાછળ દોડે છે તે અસરે (effects) ગમે તેટલે પૈસે વધે તે પણ અનુભવી શકાતી નથી, જ્યારે પિતાના હૃદયમાં પરમાત્માને ધારણ કરનાર મનુષ્ય (Economy ની effects) સુખ, શાન્તિ, આનંદ આદિ જીવનમાં અનુભવી શકે છે. માટે અર્થશાસ્ત્રની દષ્ટિએ સૌથી વધુ અસરકારક (Economically effective) જગતમાં કઈ વસ્તુ હોય તે તે “નમો અરિહંતાણું' છે. તાત્ત્વિક સુખ અને પરમ વિશુદ્ધ આનંદની પ્રાપ્તિ તે પરમાત્મમરણ, ચિંતન અને ભક્તિ દ્વારા જ થાય છે. પરમાનંદની પ્રાપ્તિનું gિ=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org