________________
पर
:
-
(પૂજ્ય ગુરૂમહારાજે શ્રી બાબુભાઈ કડીવાળા ઉપર જુદા જુદા|| સમયે લખેલ પત્રોમાં આપણું જીવનને અતિ ઉપયોગી કેટલાંક મહત્ત્વના સૂચને નીચે મુજબ છે
ધર્મનું મૂળ દયા છે અને તે મૈત્રીથી જાગે છે. ધર્મનું મૂળ વિનય છે અને તે ભક્તિથી જાગે છે. મૈત્રી અને ભક્તિનું મૂળ આત્મતુલ્ય પર પ્રત્યે સ્નેહને પરિણામ છે. તે સ્નેહ સમસ્ત જીવરાશી પર પ્રગટે ત્યારે આરાધના નક્કર થાય છે.
શ્રી નવકાર અને નવપદના આરાધનને સંસારમાં સારભૂત માનીને સર્વ (જીવ)ના શુભ સંકલ્પપૂર્વક જેઓ આરાધે છે તેઓ નિકટ જીવી બનીને સર્વ અશુભને પારને પામે છે. એમાં સંશય નથી.)
હદયમાં ગુપ્તપણે સેવેલા શુભ સંકલ્પ કાળક્રમે અચૂક સિદ્ધ થાય છે.
એક વખતમાં હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રીતિ જાગૃત થાય અને પૂરેપૂરી નમ્રતા આપણું અંતરમાં સ્થપાયા પછી શાસ્ત્રોનાં રહસ્ય આપ આપ ખુલવા લાગે છે.
અનુપ્રેક્ષા ચાલુ રાખવાથી આત્મા ભાવિત થતો જાય તેમ ઘણું કર્મ પ્રકૃતિઓ ગળી જાય, કર્મ વિવર આપે અને ભવરેગ અલ્પકાળમાં જ નષ્ટ થઈ જાય. ભવરગ એટલે સ્વાર્થને કારમો વ્યાધિ. તેનું નિવારણ સામાયિક અને નવકારની વિશુદ્ધ આરાધનાથી થાય. વિશુદ્ધ આરાધના એટલે જ્ઞાન અને સમજણપૂર્વકની શ્રદ્ધા ભક્તિપૂર્ણ આરાધના.
આરાધનામાં વિશેષ વિશેષ લાભ જોવા મળે અને વધુ વધુ આરાધનાને માર્ગ મળે એ પુણ્યાનુબંધી પુણ્યની વૃદ્ધિને અચૂક પુરાવો છે.
શ્રી નવપદજી તથા અહ પરમાત્માના ધ્યાન વખતે સદા |
ન
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org