________________
આ નાનકડી જિંદગીમાં શ્રી નવપદજી સાથે આપણે આત્માને ભાવસંબંધ બંધાવવાના આવા સુંદર પ્રસંગોમાં સાક્ષાત ભાગ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તેની પાછળ કાર્ય કારણની લાંબી સાંકળ રહેલી હોય છે. આરાધનાનું યત્કિંચિત્ ફળ પ્રત્યક્ષ જેવા મળે છે તે ઉપરથી વધુ નમ્ર બનીને, આરાધનામાં સહાય કરનારાં સઘળા તો પ્રત્યે કૃતજ્ઞ બનીને, શ્રીપાલની જેમ દિનપ્રતિદિન વધુ તન્મયતા શ્રી નવપદજીના ધ્યાનમાં પ્રાપ્ત થાય તે માટે સદા ઉત્સાહિત બનવું જોઈએ. અને તન, મન, ધનની જે કાંઈ શક્તિઓ પ્રાપ્ત થાય તેના પ્રત્યે અહં મમત્વ ઉઠાવી લઈને, શ્રી નવપદના શરણે રહેવું જોઈએ.
વિશ્વમાં શ્રી નવપદની ભક્તિને નિષ્કામપણે પ્રચાર થાય એ માટે મળતી બધી તકેને સાર્થક કરી કૃતાર્થ થવું જોઈએ.
શ્રીપાલને સમગ્ર રાસ આપણું જીવન બનવું જોઈએ. ઔદાર્ય, તે દાક્ષિણ્યાદિ ગુણે વધવા જોઈએ. પાપ જુગુપ્સા, નિર્મળ બોધ,
જનપ્રિયત્વ વગેરે ગુણે પ્રગટવા જોઈએ. મન-વચન-કાયાની શુદ્ધિ તથા ક્ષા, દાન્ત, શાન્તાદિ ગુણે વિકસવા જોઈએ. આંતરિક આરાધનાની પ્રતીતિ માટે આ બધી બાહ્ય કસોટીઓ છે, તેના ઉપર આપણુ આરાધનાને સદા કરતા રહેવું જોઈએ.
મયણાને પૂજામાં આવેલે ભાવ અને શ્રીપાલને ભીડ વખતે થયેલું નવપદનું ધ્યાન આપણને પણ સ્પર્શવું જોઇએ.
- આપણા વડે બીજાઓને ઉપકાર થાય છે એ વિચારને ગૌણ બનાવીને, બીજાઓ વડે આપણું આત્માને ભાવપકાર થાય છે, તેની કદર શીખવું જોઈએ.
જગતના જીવો શ્રી નવપદજીના સાચા આરાધક બને એવી આપણી ભાવનાને ફળીભૂત કરવા માટે આપણે આપણા જીવનમાં શ્રી નવપદજીની સાચી ભક્તિનું પ્રત્યક્ષ દૃષ્ટાંત પૂરું પાડવું જોઈએ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org