________________
અધ્યાત્મયોગી પૂજ્ય ગુરૂભગવંત ! ૨૦૨૦ના દિગવિજય પ્લેટ, જામનગરના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય રત્નશેખર સૂરીશ્વરજી વિરચિત
સિરિ સિરિવાલ કહા” તથા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી તથા યશોવિજયજી વિરચિત “શ્રીપાલરાજાને રાસ” ના મહત્વના પ્રસંગે આપે મને સમજાવેલા. શ્રી શ્રીપાલ મહારાજ અને મયણાસુંદરીની નવપદની આરાધના કેવી અદ્ભુત હતી અને આપણા જીવનમાં તેવી સાધનાના ભાવે કેવી રીતે પ્રગટ કરવા તેનું માર્ગદર્શન આપેલું. તેમજ શ્રીપાલ અને મયણનાં જીવનનાં આધ્યાત્મિક રહસ્ય આપે છે બતાવેલાં.
આપની આજ્ઞા મુજબ શ્રીપાલ રાસનું વાંચન કરવાને પ્રથમ પ્રસંગ જામનગર, દિવિજય પ્લેટમાં ૨૦૨૦ ના આસોની ઓળીમાં પ્રાપ્ત થયો. નવપદ આરાધક સમાજ આયોજીત ૨૦૨૧ ની ચૈત્ર મહિનાની ઓળીની આરાધના આપની પાવનકારી નિશ્રામાં હાલાર પ્રદેશમાં વસઈ મુકામે (જામનગર પાસે) ગોઠવાઈ. ત્યાં મોટી સંખ્યામાં ઓળીના આરાધકે તથા પુણ્યશાળીઓ પધારેલા. આપશ્રીના મવપદના દિવ્યભાવને પ્રકાશિત કરતાં પ્રવચનોથી સાધનામય મધુર વાતાવરણનું ઓળીની આરાધનામાં સર્જન થયું. આપની આજ્ઞા મુજબ રાત્રે નવે દિવસ સંગીત સાથે શ્રીપાલ રાસનું વાંચન કરવાનું સૌભાગ્ય આપની કૃપાથી પ્રાપ્ત થયું; જે આજ પર્યત ચાલુ છે.
૨૦૨૧ ની ઓળીને પ્રસંગ પછી ૨૦૨૧ના ચૈત્ર વદી ૬ ના || દિવસે આપે મારા ઉપર (બાબુભાઈ કડીવાળા ઉપર) લખેલ પત્ર ખૂબ જ પ્રેરણાદાયી અને અમારે “કેવું જીવન જીવવું' તે માટે આપે કરેલા સંકલ્પરૂપ છે. આ પત્ર “શ્રીપાળ અને મયણનાં આધ્યાત્મિક જીવન રહો” પુસ્તક લખવામાં મૂળભૂત પ્રેરણારૂપ છે, તેમજ સૌ કોઈને આ પત્ર ઉપયોગી છે. આપના શ્રદ્ધાંજલિ વિશેવાંકમાં આ પત્ર “સંત વચન સહામણું” આ શિર્ષક નીચે છપાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org