________________
૧૧૭
અંધાય તા સગતિનું અંધાય છે. વળી અરિહંત આફ્રિ પદોનું સ્મરણ તા શુકલધ્યાનનું બીજ હાવાથી છેવટે પચમીગતિ રૂપ મેક્ષ આપનાર બને છે. શ્રીપાલ અને સયણાના જીવનમાંથી આપણે આ એક મહત્ત્વની કળા શીખવાની છે કે આ ધ્યાન અને રૌદ્રધ્યાનના નિમિત્તો વચ્ચે પરમાત્માના સ્મરણરૂપ ધધ્યાન કેવી રીતે કરવુ?
આપણે સૌ શ્રીપાલ અને મયણા બનવા ઈચ્છીએ છીએ પરંતુ મહાપુરુષાની એવી કોઈ શરત નથી કે શ્રીપાલ બનવા માટે નવ રાણીએ અને નવ દેશનું રાજ્ય હાવુ જોઈ એ. શ્રીપાલ અને મયણા બનવા માટે એટલી જ શરત છે કે, “જેના મન અને હૃદયમાં પરમાત્મા નિરંતર વસે તે શ્રીપાલ અને મયણા અને છે અને નવમા ભવે મેાક્ષની પ્રાપ્તિ કરે છે.’
આપણે પણ શ્રીપાલ અને મયણા ખનવુ છે તા હવે આપણું મન તપાસીએ. આપણા મનનું પૃથક્કરણ (Analysis) કરવામાં આવે તે ગૃહસ્થ જીવનના મનુષ્યના મનના પચાત્તેર ટકા સમય પૈસાની પાછળ ખર્ચાય છે. જે અર્થશાસ્ત્ર - Economy ની પાછળ જીવનના મહત્ત્વના આટલે સમય ખર્ચાય છે તે અર્થશાસ્ત્ર-Economy ને સાચા દૃષ્ટિબિન્દુથી સમજવામાં આવે તો આપણા મનમાં અરિહંત સિવાય બીજું કાઈ પ્રવેશ કરી શકતું નથી. તે અથશાસ્ર—Economy શું છે ? તેના મૂળભૂત સિદ્ધાંત શું છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org