________________
૧૧૪
ભક્તને અને તત્ત્વના જ્ઞાનીને તેવા જ પ્રકારના જીવનસાથીનો મેળાપ થાય છે ત્યારે તેની સાથે ગુણુ અને તત્ત્વની ગાષ્ઠી કરતાં આનદરસ પ્રાપ્ત થાય છે. તત્ત્વભર્યો વિચારી કરી રાજકુવરીએ નિણૅય કર્યો કે
તિણુ કારણ તે કુવરી, કરે પ્રતિજ્ઞા સાર; વીણા વાદે જીતશે, જે મુજ તે ભરતાર.
વોણાવાદ્યની કળામાં જે મને જીતી જશે તેની સાથે હું લગ્ન કરીશ તેવી પ્રતિજ્ઞા રાજકુમારીએ ધારણુ કરી છે. રાજાએ દેશ-દેશાન્તર રાજા-મહારાજા સર્વને રાજકુમારીની પ્રતિજ્ઞાની ખબર માકલી છે. કું ડલપુર નગરમાં વીણા શિખવાડનાર ગુરૂઓની શાળાઓ ખૂલી ગઈ છે. દેશ દેશાન્તરથી રાજા-મહારાજા અને અઢારે વર્ણીના માણસા વીણા શીખવા આવે છે. આખા નગરમાં સત્ર વીણા વાગી રહી છે.
ચહુટા માંહે વીંછુ, ખજાવે વાણિયા હૈ। હા લાલ; ન કરે કોઈ વ્યાપાર, તે હાંશી પ્રાણિયા હૈા લાલ.
બજારમાં વાણિયા પણ દુકાને બેસીને વીણા વગાડે છે. કાઈ વેપાર કરતું નથી. વીણા જ વગાડયા કરે છે. રાજકુમારીને મેળવવાનો મનોરથ મનમાં ધારણ કરે છે.
ઈણી પર વરણ અઢાર, ઘરોઘર આંગણે હેા લાલ; સઘળે મેડી માલે, વીણા રણઝણે હા લાલ. અઢારે વરણના માણુસા નિરંતર વીણા વગાડવા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org