________________
૧૧૦
તેવો દુષ્ટ વિચાર કરી ધવલ અંધારી રાત્રીએ પિતાના હાથમાં કટારી લઈને મહેલના સાતમા માળે શ્રીપાલ સૂતેલા છે ત્યાં જવા માટે સીડીના પગથિયાં ચઢે છે. ત્યાંથી લપસી પડ્યા અને પોતાની કટારે પોતાને વાગવાથી મરણને શરણ થયો. સાતમી નારકીમાં ગયે. પાપન | અંજામ છેવટે તેત્રીસ સાગરોપમની સાતમી નારકની ભયંકર યાતનામાં આવ્યા. ધર્મ મહાસત્તાને ફોજદારી ગુના (criminal offence)ની સજા ભોગવવા ધવલ સાતમી નારકીમાં ગયે.
રાજમહેલમાં ત્રણે રાજકન્યા સાથે શ્રીપાલ મહારાજા નવપદના ધ્યાનમાં નિરંતર રક્ત રહે છે. સિદ્ધચકના મહિમાને નિરંતર હૃદયમાં ધારણ કરે છે. અરિહંત પરમાત્માની ભક્તિમાં વિશેષ લક્ષ્યવાળા બને છે. નિરંતર પરમાત્મા જ જેનું શરણ છે એવા શ્રીપાલ મહારાજા કૃતજ્ઞભાવે મનમંદિરમાં નવપદને ધારણ કરે છે. ચાર કષાય અને પાંચ ઈન્દ્રિયોના વિષયરૂપ સંસારના નવ પદોને તે કદી નમતા નથી. શ્રીપાલ મહારાજા સંપત્તિ અને સિદ્ધિઓ વચ્ચે પણ અનાસક્તભાવે રહે છે. નમવા યોગ્ય અરિહંત આદિ નવપદને જ નમે છે. આપણું જીવનમાં પણ શિસ્તબદ્ધ રીતે આપણે જીવીએ એ જ પરમાર્થની પ્રાપ્તિનો માર્ગ છે. * Direct Discipline Towards Divinity * સર્વોત્તમ શિસ્ત”–શ્રી નવપદની આરાધના (4) નમવા ગ્યને નમવું તે શિસ્ત (discipline) છેMણ
Jus
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org