________________
૧૦૭
માળા પહેરાવી અને વરદાન આપ્યું કે તમારી સામે કોઈ કૂડી બુદ્ધિથી જશે ત્યારે તે વખતે તે આંધળો થઈ જશે. ચકેશ્વરી માતા પિતાના સ્થાને ગયાં.
પેલા ત્રણ સુબુદ્ધિ મિત્ર ધવલ શેઠને સમજાવે છેશેઠ ! હવે પરસ્ત્રી અને પરધનની લલુપતા છોડી દો.” છતાં લસણને ભીમસેની કપૂરના પટ ચઢાવવામાં આવે તે પણ દુર્ગધ છોડતું નથી, તેમ દુષ્ટ બુદ્ધિવાળા શેઠનું ચિત્ત ઠેકાણે આવ્યું નહીં. રાજકુમારીઓને સમજાવવા પ્રયત્ન કરે છે. પણ સતીત્વને વરેલી રાજપુત્રીએ ધવલશેઠના સામું પણ જેતી નથી. ધવલે વહાણને બીજી દિશામાં લઈ જવા હુકમ કર્યો. પરંતુ પવનના વેગના કારણે વહાણે ઠાણું બંદરે આવી પહોંચ્યાં.
- ધવલશેઠ ઠાણાનગરીના રાજાને ભેટશું લઈ મળવા જાય છે. ભેટાણું ધરીને બાજુમાં નજર કરે છે તે રાજાની પાસે શ્રીપાલકુંવરને બેઠેલા જોયા. ધવલ મનમાં વિચારે છે ?
આ શુ ઉત્પાત થયો ? જે વાત મેં ખારા પાણીના સમુદ્રમાં નાંખી હતી તે અહીં કેવી રીતે પ્રગટ થઈ?” બહાર નીકળીને શેઠ પહેરાવાળાને પૂછે છે કે રાજાની બાજુના સિંહાસનમાં કોણ બેસે છે? ત્યારે પહેરાવાળો કહે છેઃ
અરે ! વનમાં સૂતેલા માણસને લાવીને રાજાએ પુત્રી તેની સાથે પરણાવી છે. ન તે તેની વાત પૂછી કે ન તે જાત ! આશ્ચર્ય બની ગયું છે.”
ધવલ મનમાં વિચારે છેઃ હજી કાંઈક રસ્તે છે. રસ્તે !
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org