________________
૧૦૫
વજન ઘા લાગ્યો. અચેતન થઈ ધરતી ઉપર ઢળી પડી. સખીઓ-દાસીઓએ શીતલ ઉપચાર કર્યા. પાછું કાંઈક ચેતન આવ્યું ત્યારે ચોધાર આંસુએ હૃદયફાટ રૂદન કરે છે... વિલાપ કરે છે.
માય બાપને પરિહરી રે, કીધે જેહને સાથ રે; ફિટ હિયડા ફૂટે નહીં રે, વિછો તે પ્રાણનાથ રે.
હે પ્રાણ ! તમે શા માટે પાછા વન્યા? પતિ તે અમને મૂકી દરિયામાં ચાલ્યા ગયા. માતાપિતાને છોડી જેને સંગ કર્યો તે સ્વામીનાથ છૂટા પડી ગયા. હે પ્રાણે! તમે શા માટે પાછા આવ્યા ?”
એક બાજુ અને રાજકુમારી હૈયાફાટ રૂદન કરે છે, બીજી તરફ ધવલ શેઠ મનમાં હરખાય છે. પણ બહારથી માયાવી રીતે શેક બતાવે છે. અને રાજકુમારીને સમજાવવા પ્રયત્ન કરે છે. રાજકુમારીઓ સમજી ગઈ કે ધન અને રમણીની લાલચથી ધવલશેઠે જ સ્વામીને દરિયામાં ફેંકી દીધા છે. ધવલ શેઠની કૂડી બુદ્ધિ રાજકુમારીના ખ્યાલમાં આવી ગઈ શીલ હવે કિમ રાખશું રે, એ કરશે ઉપઘાત રે, કરીએ કંત તણી પરે રે, સાયર ઝુંપાપાત રે.
રાજકુંવરીઓ વિચારે છે-ધવલ શેઠની કૂડી બુદ્ધિ છે. શીલનું રક્ષણ કરવું મુશ્કેલ છે. શીલનું રક્ષણ કરવા માટે દરિયામાં ઝંપાપાત કરવા રાજકુમારીએ વિચારે છે તે સમયે શું થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org