________________
૯૮
સદા લગે જે જાગતા. ધ મિત્ર સમ; કુંવરની રક્ષા કરે, श्रे અન.
ધમ અને પુણ્યનેા અદ્દભુત પ્રભાવ છે. દાવાનલ એ જલધર બની જાય છે. સાપ ફૂલની માળા બને છે. પગલે પગલે રિદ્ધિ, સિદ્ધિ અને સ`પત્તિની પ્રાપ્તિ થાય છે, સમુદ્રમાં પૃથ્વી પ્રગટે છે. જંગલ નગર રૂપ બની જાય છે, ઝેર અમૃત રૂપ પિરણમે છે. માટે ધર્મને નિર ંતર ધારણ કરવા.
કરે કષ્ટમાં પાડવા, દુર્જન કેાટિ ઉપાય; પુણ્યવ'તને તે સવે, સુખના કારણ થાય.
ધવલ શેઠે કષ્ટમાં નાખવા ક્રોડા ઉપાય કર્યા, પરંતુ શ્રીપાલને તે સર્વે સુખનું કારણ બન્યા.
કાંકણના કિનારે વનમાં ચંપાના ઝાડ નીચે શ્રીપાલ સુતેલા છે, ઊંઘમાંથી જાગે છે ત્યારે ચારે ખાજુ સૈનિકા ઘેરી વળેલા છે અને જાણે પોતાને ઇચ્છિત વસ્તુ મળી હાય તેમ સુભટા શ્રીપાલને વિનતી કરે છે ઃ
હે સ્વામી ! અમારી એક વિનતી છે. તેને આપ આદર કરીને સ્વીકાર કરા. અહીંથી ઘેાડે દૂર સ્વની અલકાપુરી જેવી ઠાણા નામની નગરી છે. તેમાં વસુપાલ નામે રાજા રાજ્ય કરે છે. કાંકણુ દેશના તે રાજાના મહિમા સર્વત્ર ગાજે છે. તે રાજાની સભામાં એક દિવસ નિમિત્ત શાસ્ત્રને જાણકાર એક જોશી આજ્યે અને રાજાને પ્રશ્ન પૂછવા માટે કહે છે, ત્યારે રાજા તેને પૂછે છે, “ હે જોશીજી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org