________________
-
---
-
-
-
-
-
-
તું પ્રભુ જે વસે હર્ષભર હીયલડે, તે સકલ પાપના બંધ તૂટે ઊગતે ગગન સૂરજ તેણે મંડલે, દહ દિશિ જિમ તિમિર પડલ ફુટે.
હે કરૂણાસાગર પરમાત્મા ! તું જે મારા હૃદયમંદિરમાં આનંદપૂર્વક વસે તે મારા સકલ પાપના બંધ તૂટી જાય, કારણ કે પાપરૂપી અંધકાર ત્યાં સુધી જ રહી શકે છે કે
જ્યાં સુધી પરમાત્મારૂપ સૂર્યને ઉદય થતું નથી. અર્થાત જેમ સૂર્યને ઉદય થતાં દશે દિશામાં અંધકારના પડલ ફૂટી જાય છે, તે રીતે પરમાત્મા રૂપ સૂર્યને ઉદય જ્યારે જીવાત્માના હૃદયમાં થાય છે, ત્યારે સકલ પાપો પલાયન થઈ જાય છે.
કોંકણ કાંઠે ઉતર્યો, પોતે એક વન માંહિ, થાક્ય નિદ્રા અનુસરે, ચંપક તરૂવર છાંહિ.
મગરમચ્છ પિતાની પીઠ ઉપર બેઠેલા શ્રીપાલકુમારને કોંકણુના કાંઠે લાવે છે, અને કિનારા ઉપર ઊતરીને વનમાં ચંપાના ઝાડ નીચે શ્રીપાલ નિદ્રા કરે છે. (આરામ કરે છે).
દાવાનલ જલધર હુએ, સર્પ હુએ ફૂલમાલ; પુણ્યવંત પ્રાણ લહે, પગપગ ઋદ્ધિ રસાલ. થલ પ્રગટે જલધિ વિયે, નગર રાનમાં થાય; વિષ અમૃત થઈ પરગમે, પૂરવ પુણ્ય પસાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org