________________
ત્યારે ૧૦૦૦ શેરમાં ૪૦૦૦૦નું નુકસાન હતું. પરંતુ તે ભાઈને ખબર ન પડી. તે રીતે નુકસાન આવી ગયું, તે પ્રદેશ ઉદયથી ભગવ્યું કહેવાય. અને જ્યારે ઘરે આવે છે ત્યારે તે ૨૮૦ના ભાવ છે એટલે નફે જ દેખાય છે. વિપાક ઉદયથી કેવી રીતે ભગવાય તે આ દૃષ્ટાંતથી જ જોઈએ. ૨૫૦ ના ભાવે ૧૦૦૦ શેર ખરીદ કર્યા પછી ૨૧૦ને ભાવ થાય ત્યારે તે ૧૦૦૦ શેર તે ભાઈ બજારમાં હાજર હોત અને તે ભાવે સદે કરે એટલે કે વેચી નાખે અને ૪૦૦૦૦નું નુકસાન આપવું પડે તે વિપાક ઉદયથી ભગવ્યું કહેવાય. અને ૨૧૦ માં વેચ્યા પછી ૨૮૦ થાય એટલે મારું વેચાઈ ગયું અને ભાવ વધી ગયા તે વિચારોમાં આધ્યાન કરી નવું કર્મ બાંધે.
આ રીતે કર્મો પ્રદેશ ઉદયથી ભગવાઈ જાય છે, જેની જીવને ખબર પણ પડતી નથી. માટે નિરંતર શુભ અધ્યાવસાયના આલંબનોનું સેવન કરવું. શ્રીપાલ અને મયણના જીવનની કાર્યસિદ્ધિ અરિહંત પરમાત્મા, નવપદે અને સિદ્ધચકના પ્રભાવે થાય છે. કહ્યું છે કે –
સિદ્ધચકના ધ્યાને રે, સંકટ ભય નાવે; કહે ગૌતમ વાણું રે, અમૃત પદ પાવે.
આ બધી વાતનો સાર એટલે જ આવે છે કે, નિરંતર પરમાત્માને હદયમંદિરમાં ભાવપૂર્વક ધારણ કરવા
તે જ કર્મના દબાણમાંથી છૂટવાનો અને આત્માના પૂર્ણ LL થદ્ધ ચિતન્યના અનુભવ અને પ્રાપ્તિનો માર્ગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org