________________
૫
ઉપાધ્યાય યશેવિજયજી મહારાજા તપ પદની પૂજામાં તપ દ્વારા નિકાચિત કર્મ પણ ક્ષય કરી શકાય છે તેવું કહે છે. આ પ્રમાણે નિકાચિત કમ સિવાયના કર્મ બદલી શકાય છે.
આ બધું જોતાં હવે આપણે જે નિરંતર શુભ અધ્યવસાયમાં રહીએ તો આપણું અશુભ કમને પલટાવાની શક્તિ તે શુભ અધ્યવસાયમાં છે. અને શુભ અધ્યવસાયનું પરમ અવલંબન નવપદનું ધ્યાન, નમસ્કાર મંત્રનું સ્મરણ, પ્રભુ ભક્તિ આદિ છે, માટે શુભ અધ્યવસાયના આલંબનનું નિરંતર સેવન કરવું અને અશુભ અધ્યવસાયના આલંબનોને છોડવા તે જ ઉપાય કમના બંધનમાંથી છૂટવાનો છે.
- હવે પ્રશ્ન એક જ રહે છે કે કરેલું કર્મ અવશ્ય જોગવવું પડે તેવું જે કહેવામાં આવે છે તેનું શું?
કર્મ ભોગવવાના બે પ્રકાર છે. એક વિપાક ઉદયથી, બીજું પ્રદેશ ઉદયથી. દા. ત. એક માણસે ૧૦૦૦ ટાટા એરડીનરીના શેર ૨૫૦ના ભાવે ખરીદ કર્યા. અને સાંજની ટેઈનમાં તે માણસ આબુની જાત્રા કરવા ગયે. આઠ દિવસ આબુ રહ્યો. આઠ દિવસ સુધી તેને ભાવ જાણવા મળ્યા નથી. તે આઠ દિવસ દરમ્યાન ૨૫૦ વાળા ભાવ ઘટીને ૨૧૦ થઈ ગયે. અને તે ભાઈ આબુની જાત્રાથી ઘરે આવ્યા ત્યારે ૨૮૦ નો ભાવ છે. હવે ૨૧૦ નો ભાવ ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org