________________
ઉપશમ થાય છે, એટલે હમણાં ઉદયમાં આવનાર કર્મને ઉપશમાવી શકાય છે.
આ કર્મના નિયમોનો અભ્યાસ કરતાં સમજાય છે કે, પરમાત્માનું દર્શન, પૂજન, સ્તવન, ધ્યાન, મરણ, આજ્ઞાપાલન આદિથી શુભ અધ્યવસાયનું બળ આમામાં વધે છે, અને શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મ શુભ રૂપે પલટાય છે. અશુભના સ્થિતિ અને રસ ઘટે છે, અને શુભના સ્થિતિ અને રસ વધે છે. જિન ભક્તિમાં અંતરાયને તેડવાની શક્તિ છે. તે કર્મોનાં સ્થિતિ, રસ-અનુબંધ તોડી નાખે છે. પરમાત્માનો અચિંત્ય પ્રભાવ કર્મના નિયમ અનુસાર જ ફળ આપે છે.
કેટલાંક અપવાદ જોઈએ. ઉદય આવલિકામાં આવેલું કર્મ બદલી શકાતું નથી. (ઉદય આવલિકા અતિ અ૮૫ સમયની હોય છે.) ઉદયાવલિકાની બહાર રહેલાં કર્મોમાં એટલે કે દા. ત. બે મિનિટ પછી ઉદયમાં આવવાનાં સત્તામાં રહેલાં કર્મોમાં ફેરફાર થઈ શકે છે.
નિકાચિત કર્મ અવશ્ય ભોગવવું પડે છે. જે પ્રભુ મહાવીર સ્વામીને પણ નિકાચિત કર્મ ભોગવવાં પડેલાં. નિકાચિત કર્મ બહુ જ અ૮૫ હોય છે. મોટા ભાગનાં કર્મ નિકાચિત નથી હોતા. નિકાચિત કર્મના પણ ઉદય વખતે સમત્વ દ્વારા તેને નિરનુબંધી કરી શકાય છે. કર્મ નિકાચિત પણ લય જાયે, ક્ષમા સહિત જે (૫) કરંતા” ||
de
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org