________________
-
-
પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ જરૂર થાય છે. શ્રીપાલ અને મયણાનું પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. પરમાત્માના પ્રભાવે કાર્યસિદ્ધિ કર્મના નિયમ અનુસાર જ થાય છે. કમના નિયમનો ભંગ થઈને નહી
કમ્મપયડી નામના અદ્દભુત ગ્રંથમાં શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે —આપણા આત્મામાં કેટલાય બંધાયેલા કર્મ અત્યારે સત્તામાં (ટેકમાં) પડેલાં છે. શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે તે સત્તામાં રહેલાં (સ્ટેકમાં પડેલાં) કર્મોમાં સમયે સમયે ફેરફાર, કરણની અસર દ્વારા થાય છે. આવાં આઠ કરણે છે. (૧) બંધન કરણ (૨) સંક્રમણ કરણ (૩) ઉદૃવતના કરણ (૪) અપવર્તના કરણ (૫) ઉદીરણું કરણ (૯) ઉપશમના કરણ (૭) નિધત્તિ કરણ (૮) નિકાચના કરણ.
હવે આપણે સંક્રમણ કરણ જોઈએ. ગંગાનું પાણી વહેતું હોય અને લેટ ભરીને ગંદુ પાણી તેમાં નાંખીએ તે નાંખતાંની સાથે ગંદુ પાણી ગંગાનું પાણું બની જાય છે તેમ જિનભક્તિ, પરમાત્મસ્મરણ-ધ્યાન આદિ શુભ અધ્યવસાય આત્મામાં ચાલતા હોય તે વખતે અશુભ કર્મનું શુભ કર્મમાં સંક્રમણ થાય છે. એટલે કે અશુભ કર્મ શુભ રૂપમાં પલટાઈ જાય છે. જે રીતે ગટરના પાણીમાં લેટે ભરીને ગંગાનું પાણી નાંખીએ તે વખતે જ ગંગાનું પાણી ગટરનું પાણી બની જાય છે, તે રીતે આત્મામાં અશુભ અધ્યવસાય ચાલતો હોય ત્યારે શુભ કર્મ અશુભ રૂપે સંક્રમણ થાય છે. (પલટાય છે.)
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org