________________
હોય ત્યારે આયુષ્ય બંધાય તો નરકગતિનું બંધાય. જગતના પદાર્થોનું ધ્યાન નિરંતર સૌ કેઈના મનમાં ચાલે છે. જગતના પદાર્થોના સ્થાને જ્યારે પરમાત્મા આવે ત્યારે તે ધ્યાન ધર્મધ્યાન બની જાય છે. ધ્યાન કેઈને શિખવાડવાની વસ્તુ નથી. ધ્યાન બધા જ કરે છે. આપણે શ્રીપાલના જીવનમાંથી શીખવાનું એટલું જ છે કે, જગતના પદાર્થોના સ્થાને પરમાત્માને કેવી રીતે લાવવા ? પરમાત્માનું સાન્નિધ્ય કેવી રીતે અનુભવવું? પરમાત્મ સ્વરૂપને અવલંબેલું આપણું ચિતન્ય કેવી રીતે બનાવવું? પરમાત્મ સ્વરૂપના રંગે રંગાયેલી આપણી ચેતના કેવી રીતે બનાવવી?
શ્રીપાલના હૃદયમાં ચાલતા નવપદના ધ્યાનના પ્રભાવથી સંકટ નાશ પામ્યું. શ્રીપાલ દરિયામાં પસાર થતાં મગરમચની પીઠ ઉપર પડે છે. તેના ઉપર બેસીને સમુદ્ર પાર ઊતરે છે.
અહીં બહુજ મહત્ત્વનો પ્રશ્ન આપણું ધ્યાન ખેંચે છે. કરેલું કર્મ અવશ્ય જોગવવું પડે છે, તે ભોગવ્યા સિવાય આપણે છૂટકો જ નથી, તો પરમાત્માનો પ્રભાવ કેવી રીતે માન ? પરમાત્માના પ્રભાવે કાર્ય સિદ્ધિ થાય છે તેવું માનવામાં કર્મના નિયમનું શું? શું કર્મના નિયમને ભંગ થાય છે? અગર કર્મના નિયમ અનુસાર પરમાત્માના પ્રભાવે કાર્ય સિદ્ધિ થાય છે ? આ બહુ જ તાત્વિક પ્રશ્ન (Intelligent) U question )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org