________________
ST
-
-
-
.
ર
આ ધવલ શેઠ પણ આપણા જીવનમાં કોઈક દિવસ ઉદયમાં આવે છે, ત્યારે આપણે વિવેક ચૂકી જઈએ છીએ. ઈર્ષા અગ્નિ જ્યારે ભભૂકે છે, ત્યારે આ રૌદ્રધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે છે. જે મળ્યું છે તેને માણસ ભોગવી શકતો નથી અને નથી મળ્યું તેની ચિંતાથી પીડાય છે.
- ધવલ શેઠના મનમાં પા૫ છે. બીજાને કહી શકતો નથી. છેવટે વહાણમાં સાથે રહેલા તેના મિત્રોને શરમ છેડીને શેઠ પોતાના મનમાં ઘડેલી શ્રીપાલને દરિયામાં નાખવાની ચેજના કહે છે.
ત્યારે મિત્રે કહે છે –“પરસ્ત્રી અને પરધનની ઈચ્છા ભવોભવ દુઃખ દેનાર છે. વળી આ શ્રીપાલકુમાર કલ્પવૃક્ષ જેવા પ્રભાવશાળી છે. તમને મોતના મુખમાંથી બચાવ્યા છે. કલ્પવૃક્ષની ડાળ કાપવાનો દુષ્ટ વિચાર હે ધવલ શેઠ ! તમે પડતું મૂકે” ત્રણ મિત્રોએ આવી સલાહ આપી.
ચોથે કુબુદ્ધિ મિત્ર કહે છે “શેઠ ! ધન ભેગું કરવામાં નીતિ-અનીતિ પાપ-પુણ્ય જોવાય નહીં. ગમે તે રીતે ધન ઉપાર્જન કરવું જોઈએ. કુબુદ્ધિ મિત્ર અને ધવલશેઠ શ્રીપાલને દરિયામાં ફેંકવાની ચેજના કરીને, વહાણના સાતમા માળે શ્રીપાલ અને બન્ને રાણીએ બેઠાં છે ત્યાં આવી, શ્રીપાલની માયાવી રીતે સેવા કરે છે. માયા કરીને મીઠાં વચને બોલે છે અને શ્રીપાલને પૂરો વિશ્વાસમાં લે છે. વહાણુમાં દરિયાઈ દશ્ય જોવા માટે માંચડે રાખવામાં આવે છે, ત્યાં ધવલ જાય છે અને શ્રીપલને કહે છે- |
-
-
-
T
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org