________________
८८
તે સમયે ધવલ શેઠ વિચારે છે–
ધવલ શેઠ અરે ઘણુ', દેખી કુંવરની ઋદ્ધિ; એકલડો આવ્યા હતા, હું હું દૈવ શુ કીષ !
ધવલ વિચારે છે–શ્રીપાલ એકલા કાંઇ પણ લીધા વિના આવ્યા હતા. અત્યારે અઢીસે વહાણુ અને એ રાજરમણીઓના માલિક અન્યા છે. પણ હવે જોઉં છું આ બધુ લઈને કેવી રીતે ઘરે જાય છે ?
જેના હૃદયમાં ઇર્ષા હાય છે તે બીજાની ઋદ્ધિ જોઈ તા નથી. મેઘની ગર્જના સાંભળવાથી સમુદ્ર દુબળા થાય છે. વર્ષાઋતુમાં સવ વનસ્પતિ નવપલ્લવિત થાય છે, તે વખતે જવાસા નામનુ વૃક્ષ સુકાઈ જાય છે. તે રીતે ધવલ શેઠ ઇર્ષા અને ચિંતાથી મળી રહ્યો છે. તે વિચારે છે
એક જીવ છે એહને, નાખુ જધિ મઝાર; પછી સયલ એ માહરૂ', રમણી રૂદ્ધિ પરિવાર.
આ શ્રીપાલને હું દરિયામાં નાખું', પછી તેની રમણી, ઋદ્ધિ અને પરિવારના હુ` માલિક મની જાઉં. આવા દુષ્ટ વિચારાથી ધવલ ઘેરાઈ ગયા છે. પરસ્ત્રી અને પનમાં લુબ્ધ બનેલા ધવલ રાત્રે ઊંઘી પણ શકતા નથી. રૌદ્રધ્યાનથી અત્યંત પીડાઈ રહ્યો છે. તેને અન્ન-પાણી ભાવતાં નથી. આકુળ વ્યાકુળ રહે છે. એક ઘડીની પણ શાંતિ નથી. મુખથી નિસાસા નાખે છે. ક્ષણ ક્ષણ પસાર કરવી મુશ્કેલ અની ગઈ છે. રાત-દિવસ ઝુરી રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org