________________
AAAABAGOGÁSOS
(Sઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈઈ શ્રીપાળ અને મયણુનાં
આધ્યાત્મિક જીવન રહસ્યો
* તૃતીય ખંડ કે COMMWMMMMMMMMMMMMMMM.
સિદ્ધચકના ગુણ ઘણું, કહેતાં નાવે પાર વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વારંવાર.
પાંચસે વહાણને કાફલે મધદરિયે ચાલ્યા જાય છે. અઢીસે વહાણ શ્રીપાલ મહારાજાના છે. અઢીસો ધવલ શેઠનાં છે. રત્નાદ્વીપના રાજાએ આપેલાં વહાણના સાતમા માળ ઉપર શ્રીપાળ મહારાજા બંને રાજપુત્રીઓની સાથે સુવર્ણના હિંડોળા ખાટ ઉપર બેઠા છે. હૃદય નવપદનું નિરતર ધ્યાન કરે છે. પરમાત્માની અચિંત્ય શક્તિથી નિરંતર ભાવિત તેમનું મન છે. તેમના અણુએ અણુમાં પરમાત્માની શક્તિ કાર્યશીલ છે. બંને રાજપુત્રીઓ પણ નિમલ સમ્યગદષ્ટિ છે. ક્ષણે ક્ષણે પરમાત્મા અરિહંતદેવનું સ્મરણ-ચિંતન કરે છે. શ્રીપાલ મહારાજા અને બંને રાજપુત્રી (રાણી)એ વચ્ચે નવપદના મહિમાની વિચારણા ચાલી રહી છે. ધર્મ તત્વનું ઊંડું ચિંતન મનન કરી રહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org