________________
વળાવવા માટેની સઘળી તૈયારી થઈ ચૂકી. સાત માળનું મોટું વહાણ કનકકેતુ રાજાએ બનાવ્યું. ધન, ધાન્ય, વસ્ત્ર, હીરા, માણેક, મોતી, સોનું, ચાંદીથી વહાણ ભરી દેવામાં આવ્યું. સાતમા માળ ઉપર સુવર્ણને હિંડોળા ખાટ બનાવ્યો. કાંઠે સયલ કુટુંબ, હૈડાં ભર ભેટી મળ્યાં તસ મુખ વારેવાર, જોતાં ને રોતાં પાછાં વળ્યાં.
દૂર દૂર ક્ષિતિજમાં વહાણ દેખાયાં ત્યાં સુધી સૌ દરિયાના કિનારા ઉપર ઊભા રહ્યાં. ક્ષિતિજમાં પણ વહાણ દેખાતાં બંધ થયાં, ત્યારે સૌ ભારે હૈયે પાછા ફર્યા. રાજાના હૃદયમાં સુખ અને દુઃખની મિશ્ર લાગણી છે. પુત્રીના વિરહનું દુઃખ છે. સાથે પિતાને સંકલ્પ પૂર્ણ થયો તેને આનંદ છે. રાજાનો સંક૯૫ હિતે-“મારી પુત્રીના હૃદયમાં જિનેશ્વર ભગવંત પ્રત્યે જે ભક્તિભાવ છે, તેવા ભક્તિભાવ જેના હૃદયમાં હોય તેવા પતિ જે તેને મળે, તે જ તેનું જીવન સફળ થાય.” આ સંકલ્પ પૂર્ણ થયાને રાજાને આનંદ પણ છે વિનય કહે શ્રી સિદ્ધચકની, ભક્તિ કરો સુરતરૂ સમી જી.”
શ્રીપાલ રાજાના રાસના રચનારા ઉપાધ્યાય વિનયવિજયજી મહારાજ કહે છે કે, આ સિદ્ધચકની કલ્પવૃક્ષ સમાન ભક્તિ છે ભાગ્યવાનો ! તમારા હૃદયમાં નિરંતર ધારણ કરો. * શ્રીપાલ મહારાજાના રાસનો દ્વિતીય ખંડ સમાપ્ત. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org