________________
-
-
-
,
કંત પહેલાં જાગ બહેની, જાગતા નવિ ઉંઘીયેજી કંત સયલ પરિવાર બહેની, જમ્યા પછી ભેજન કરે છે.” | તારા પ્રિયતમ નિદ્રામાંથી જાગે તેના પહેલાં જાગી જજે, અને તારા પ્રિયતમ ઊંઘે તેના પહેલાં કદી ઊંઘીશ નહીં. સર્વત્ર ઔચિત્ય જાળવજે.
જિનપૂજા ગુરૂભક્તિ બહેની, પતિવ્રતા વ્રત પાળજે છે.” - હે પુત્રી ! જિનેશ્વર પરમાત્માની પૂજા અને ગુરૂની ભક્તિને નિરંતર હૃદયમાં ધારણ કરજે.
આપણે પુત્રીને ગમે તેટલું સારું જોઈને પરણાવી હોય, પરંતુ આવતી કાલે શું થવાનું છે તેની કેઈને પણ ખબર નથી. સાત પ્રકારના ભય અને આઠ પ્રકારનાં કર્મ મનુષ્યને માથે દંડે લઈને ઊભાં છે. કયા સમયે કેવા ભયગ્રસ્ત વાતાવરણમાં ફસાવું પડશે તેની કેઈને પણ ખબર નથી. કયા સમયે કેવા કર્મને ઉદય આવશે તેની પણ કોઈને ખબર નથી. સાતે પ્રકારના ભય અને આઠે પ્રકારનાં કર્મને મૂળમાંથી ઉખેડવાને સમર્થ એવા પરમાત્મા જેના હૃદય મંદિરમાં બિરાજમાન છે. તેનું અનિષ્ટ કરવાને કઈ સમર્થ નથી. માટે હે વત્સ! “પરમાત્મા જિનેશ્વર ભગવંતને નિરંતર હૃદયમાં ધારણ કરજે.” છેલ્લી શિખામણ“શી કહીએ તુમ શીખરે બહેની, ઈમ અમ કુલ અજુવાળજો રે.”
આ શિખામણ આપણે સૌ આપણી પુત્રીને આપીએ છીએ તે જ છે. “હે પુત્રો ! તું તારા શ્વસુરના કુળમાં અને અમારા કુળમાં અજવાળું થાય તેવું કાર્ય સદા કરજે અને ઉત્તમ આચરણ દ્વારા બન્ને કુળને શોભાવજે.”
,
દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org